Ram Mandir Inauguration: અક્ષય કુમારથી લઇને વિરાટ-અનુષ્કા સુધી, આમંત્રણ છતાં અયોધ્યા ન આવ્યા આ સેલેબ્સ
Ram temple Inauguration: આ અહેવાલમાં અમે તમને બી-ટાઉનના તે સ્ટાર્સની જાણકારી આપીશું જેઓને આમંત્રણ મળવા છતાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષય કુમાર - આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનું છે. જે આ દિવસોમાં પોતાની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેથી જ તે અયોધ્યા પહોંચી શક્યો ન હતો.
ટાઈગર શ્રોફ - એક્ટર ટાઈગર શ્રોફને પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું હતું. પરંતુ અભિનેતા અક્ષય કુમાર સાથેની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેથી જ તેણે કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.
અનુષ્કા શર્મા-વિરાટ કોહલી- અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપી ન હતી.
આ ઉદ્ઘાટન કાર્યક્રમ માટે અભિનેતા પ્રભાસને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અભિનેતા અયોધ્યા પહોંચ્યો ન હતો.
મોહનલાલ – સાઉથના સુપરસ્ટાર મોહનલાલ પણ આમંત્રણ મળવા છતાં અયોધ્યા પહોંચ્યા ન હતા. વાસ્તવમાં તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Asha Bhosle- લતા મંગેશકરના પરિવારને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમની બહેન અને સિંગર Asha Bhosleએ કાર્યક્રમમાં હાજરી આપી નહોતી.
જૂનિયર એનટીઆર – સાઉથના સ્ટાર એક્ટર જૂનિયર એનટીઆર પણ તેમના વ્યસ્ત શિડ્યૂલને કારણે આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યો ન હતો.
એમએસ ધોની- મહેન્દ્ર સિંહ ધોનીને પણ રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પણ અયોધ્યા પહોંચ્યો ન હતો.
વિવેક અગ્નિહોત્રી - બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી પણ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજર રહી શક્યા ન હતા. કારણ કે તેઓ હાલમાં ભારતની બહાર છે.