Bollywood Celebs Diwali Celebration: બોલિવૂડ કપલ્સની ધમાકેદાર દિવાળી, જુઓ ક્યૂટ કપલનો ટ્રેડિશનલ લૂક
બોલિવૂડમાં 2021ની દિવાળી ખૂબ જ શાનદાર રીતે ઉજાવવામાં આવી છે. અમેરિકામાં પ્રિયંકા ચોપડાનું દિવાળી સેલિબ્રેશન અને ઇન્ડિયામાં કરીનાની દિપાવલી સેલિબ્રેશનની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકા ચોપડાએ વિદેશમાં દિવાળી મનાવી,પ્રિયંકાએ પતિ નિક જોનાસ અને પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરી. પ્રિયંકાએ દિવાળી પૂજાની તસવીર શેર કરી છે.
કરીના કપૂરે ફેમિલિ સંગ દિવાળી મનાવી, પિક કલરના શૂટમાં કરીના સ્ટિનિંગ લાગી રહી હતી. સૈફ અને તૈમૂર એક સરખા આઉટફિટમાં જોવા મળ્યાં. જેહની આ પહેલી દિવાળી છે.
કરીના કપૂરે તેમની ફેમિલી ઉપરાંત બહેન કરિશ્માની સાથે પણ દિવાળી મનાવી.બંને બહેનોની તસવીર સામે આવી છે.બંને એથનિક લૂકમાં બ્યુટીફૂલ દેખાતા હતા.
કરિશ્માએ તેમના નાના દિકરા જેહ સાથેની કયૂટ ફોટો પણ પોસ્ટ કરી છે. જેહના લૂક્સ તેમની માતા કરીના સમાન જોવા મળી રહ્યાં છે.
ઋત્વિક રોશને તેમના પરિવાર સાથે દિવાળી મનાવી, ઋત્વિક બ્લેક શર્ટ અને ડેનિમ જિન્સમાં હેન્ડસમ દેખાય રહ્યાં હતા.
કાજોલ અને અજય દેવગણે દીકરા સંગ દિવાળી મનાવી, સાડીમાં કાજોલનો સિમ્પલ સોબર લૂક ખૂબ જ આકર્ષક લાગતો હતો તો પુત્ર યુગ અને પિતા અજય દેવગણ સમાન આઉટફિટમાં જોવા મળ્યાં.
યામી ગૌતમ અને આદિત્ય ઘરની લગ્ન બાદની આ પહેલી દિવાળી હતી. યામીએ દિવા સાથે ખૂબસૂરત તસવીર શેર કરી છે.
દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે દિવાળીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. દીપિકા લાઇટ પિંક કલરના આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી.
કેટરીના કૈફે તેની માતા અને બહેન ઈસાબેલ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. કેટરિના ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વિકી કૌશલ સાથે લગ્ન કરી રહી હોવાના અહેવાલ છે.