સારા અલી ખાનથી લઇને આર્યન ખાન સુધી, બોલિવૂડના આ સ્ટાર કિડ્સે કેટલો કર્યો છે અભ્યાસ
સારા અલી ખાને બેચલર ઓફ હિસ્ટ્રી એન્ડ પોલિટિકલ સાયન્સમા ગ્રેજ્યુએશન કર્યું છે. તે ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને મુંબઇથી સ્કૂલનો અભ્યાસ કર્યો. બાદમાં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી ટિસ્ક સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કરી રહી છે.
અનન્યા પાંડેએ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. બાદમાં તેણે લોસ એન્જલસમાં જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધુ પરંતુ અભ્યાસ છોડી દીધો હતો.
જાન્હવી કપૂરે ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો. લોસ એન્જલસની લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે.
નવ્યા ન્યૂયોર્કની ફોરડમ યુનિવર્સિટીથી ડિઝિટલ ટેકનોલોજીમાંથી ગ્રેજ્યુએટ છે.
શ્રીદેવીની દીકરી ખુશી કપૂર ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કરી રહી છે.
આર્યન ખાન બેચલર ઓફ ફાઇન આર્ટ, સિનેમેટિક આર્ટ્સ, ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડક્શનમાં ગ્રેજ્યુએટ છે.
સૈફ અલી ખાનનો દીકરો ઇબ્રાહિમ કરણ જોહરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે.