ના સલમાન, ના અમિતાભ બચ્ચન, સાઉથના આ અભિનેતાએ લીધી હતી સૌ પ્રથમ 1 કરોડની ફી
80ના દાયકામાં બૉલીવુડ પર અમિતાભ બચ્ચનનું નામ છવાયેલું હતું. 10 લાખની ફી લેતા બિગ બીએ તેમની ફી વધારીને 50 લાખ કરી દીધી હતી, જેના કારણે તેઓ તે સમયના સૌથી વધુ ફી લેતા અભિનેતા બની ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ જેવો 90નો દાયકો આવ્યો, અમિતાભ બચ્ચનનો જાદુ થોડો ઓસરવા લાગ્યો. તેમની ટક્કર કોઈ હિન્દી ફિલ્મ સ્ટાર સાથે નહીં, પરંતુ સાઉથ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવી સાથે થઈ હતી.
ચિરંજીવી માત્ર આજના સમયમાં જ નહીં, પરંતુ 90ના દાયકામાં પણ બૉક્સ ઓફિસ પર રાજ કરતા હતા. તે સમયે માત્ર ચિરંજીવી જ હતા જેમણે ફી બાબતે અમિતાભ બચ્ચનને પણ પાછળ છોડી દીધા હતા.
થોડી જ ફિલ્મો દ્વારા ચિરંજીવીએ એવું સ્ટારડમ મેળવી લીધું હતું કે તેમણે બિગ બી કરતાં બમણી ફી લેવાનું શરૂ કરી દીધું. આમ, ચિરંજીવી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ અભિનેતા બન્યા જેમને 1 કરોડ રૂપિયાની ફી મળી હતી.
'આપદબંધવુડુ' ફિલ્મ માટે તો ચિરંજીવીએ ₹1.25 કરોડ ચાર્જ કર્યા હતા, જે એક નવો રેકોર્ડ હતો.
1992માં ચિરંજીવીનો ફોટો 'ધ વીક'ના કવર પર છપાયો હતો, જેમાં કેપ્શન હતું 'બિગર ધેન બચ્ચન'.
તે સમયે રજનીકાંત, શાહરુખ ખાન જેવા સ્ટાર્સ એક ફિલ્મ માટે 60-80 લાખ રૂપિયાની ફી ચાર્જ કરતા હતા.