સુંદર ચહેરો, શાનદાર એક્ટિંગ, છતાં વર્ષોથી હિટ ફિલ્મની રાહ જોઇ રહી છે ચિત્રાંગદા સિંહ
કહેવાય છે ને કે નસીબથી વધારે કોઈને કશું મળતું નથી. જે તેના નસીબમાં લખેલું હોય છે એટલું જ મળે છે. બોલિવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહ સાથે પણ કંઈક આવું જ બન્યું હશે. તેથી જ સુંદર અને પ્રતિભાશાળી હોવા છતાં પણ તે ફિલ્મી દુનિયામાં પોતાનું સ્થાન હાંસલ કરી શકી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચિત્રાંગદા સિંહે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 18 વર્ષ પૂરા કર્યા છે. અભિનેત્રીએ વર્ષ 2005માં ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમની પ્રથમ ફિલ્મ 'હઝારોં ખ્વાહિશે ઐસી' હતી. આ ફિલ્મને સફળતા મળી નહોતી.
18 વર્ષની કારકિર્દીમાં ચિત્રાંગદા સિંહ પાસે માત્ર થોડી જ ફિલ્મો હતી. જેમાં મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. ચિત્રાંગદાએ એક પછી એક ફ્લોપ ફિલ્મો આપી છે.
અભિનેત્રીની બીજી ફિલ્મ 'કલઃ યસ્ટરડે એન્ડ ટુમોરો' પણ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ સિવાય સોરી ભાઈ (2008), ઈન્કાર (2013), આઈ મી ઔર મેં (2013), મુન્ના માઈકલ (2017), બાઝાર (2018) બધી ફિલ્મો બેક ટુ બેક બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
ચિત્રાંગદા સિંહને તેની ફિલ્મી કરિયરમાં સૌથી વધુ ખ્યાતિ તેના આઈટમ સોંગ 'કુંડી ના ખડકાઓ રાજા....થી મળી હતી. આ ગીતે તેને માત્ર ઓળખ જ નહીં અપાવી, પરંતુ તેની કારકિર્દીને બુસ્ટ કરી હતી.
બહુ ઓછા લોકો જાણે છે કે ચિત્રાંગદા સિંહે ફિલ્મોમાં આવતા પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેણે એક્ટ્રેસ બનવાની સફર શરૂ કરી, જેણે તેના અંગત અને વ્યાવસાયિક જીવન બંનેને અસર કરી હતી.
2005માં બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા ચિત્રાંગદાએ 2001માં ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને 5 વર્ષ સુધી રિલેશનશિપમાં પણ હતા. પરંતુ લગ્નના 13 વર્ષ બાદ 2014માં બંને અલગ થઈ ગયા હતા. બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.
અભિનેત્રી છેલ્લે અભિષેક બચ્ચનની ફિલ્મ 'બોબ બિશ્વાસ'માં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મમાં તેના પાત્રને વધારે ઓળખ મળી ન હતી. હવે તે ફરી એકવાર પોતાના નવા અવતાર સાથે લોકોના દિલ જીતવા આવી રહી છે.
હા, ચિત્રાંગદા સિંહ ફિલ્મ ગેસલાઈટમાં જોવા મળશે. મર્ડર મિસ્ટ્રી ફિલ્મમાં ચિત્રાંગદા સારા અલી ખાનની સાવકી મા બની છે. આ ફિલ્મમાં ચિત્રાંગદા એકદમ અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 31 માર્ચે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.