Bigg Boss 17: આ ક્રિકેટરો આવી ચૂક્યા છે સલમાન ખાનના શો બિગ બોસના ઘરમાં , જાણો લિસ્ટમાં કોણ કોણ છે સામેલ?
Bigg Boss 17: ચાહકો બિગ બોસ 17 અને ક્રિકેટ વર્લ્ડ કપની રાહ જોતા હોવાથી અહીં એવા ક્રિકેટરો પર એક નજર છે જેઓ સલમાન ખાનના શોનો ભાગ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ બોસ 17 પંદર, ઓક્ટોબરથી શરૂ થવાની તૈયારીમાં છે. આ શો પહેલાથી જ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે અને દરેક લોકો શોના પહેલા એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિગ બોસ 17 ઉપરાંત ક્રિકેટ વર્લ્ડ કપને લઈને પણ લોકો ઉત્સાહિત છે.
ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઇ ગયો છે. બિગ બોસ 17ના નિર્માતાઓએ શોને મુલતવી રાખ્યો હતો કારણ કે તેઓ ઇચ્છતા ન હતા કે વર્લ્ડ કપ બિગ બોસ 17ની ટીઆરપીને અસર કરે.
અહીં તે ક્રિકેટરોની જાણકારી આપવામાં આવી છે જે બિગ બોસનો ભાગ હતા. નવજોત સિંહ સિદ્ધુ બિગ બોસ 6માં જોવા મળ્યા હતા. જોકે, રાજકીય કારણોસર તેમને શો છોડવો પડ્યો હતો.
શ્રીસંત બિગ બોસ 12 નો ભાગ હતો અને તે સીઝનનો શ્રેષ્ઠ ખેલાડી હતો. શોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.
એન્ડ્રુ સાયમન્ડ્સ બિગ બોસ 5નો ભાગ હતો. તેણે શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી.
વિનોદ કાંબલીએ બિગ બોસ 3માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જોકે તેણે ટૂંક સમયમાં જ શો છોડી દીધો હતો.
સલિલ અંકોલા ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો હતો પરંતુ બાદમાં તેણે અભિનય શરૂ કર્યો.