Critics Choice Awards ના રેડ કાર્પેટ પર જોવા મળ્યા બોલિવૂડના અનેક સ્ટાર્સ, બ્લેક આઉટફિટમાં જોવા મળી નેહા ધૂપિયા
મુંબઈમાં 5th Edition of Critics Choice Awardsનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. તેમની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજય દેવગણે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં હાજરી આપી હતી. જે બ્લેક સૂટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહી છે.
આ સિવાય અભિનેત્રી નેહા ધૂપિયા પણ એવોર્ડ શોમાં પહોંચી હતી. આ દરમિયાન તે ગ્લેમરસ ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી હતી.
વેબ સીરિઝ 'મિર્ઝાપુર'માં જોવા મળેલી સુંદર અભિનેત્રી શ્રિયા પિલગાંવકરે પણ એવોર્ડ શોમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
એવોર્ડ શોમાં અભિનેત્રી સ્વાસ્તિકા મુખર્જી બંગાળી લુકમાં પહોંચી હતી. તેણે સફેદ અને લાલ કોમ્બિનેશન સાડી પહેરી હતી.
આ સિવાય એક્ટર રાજકુમાર રાવ પણ રેડ કાર્પેટ પર બધા સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
વિદ્યા બાલનનો પતિ સિદ્ધાર્થ રોય કપૂર પણ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડનો ભાગ બન્યો હતો.
પોતાની શાનદાર એક્ટિંગથી બધાને દિવાના બનાવનાર જયદીપ અહલાવત પણ આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો.