Deepika Padukone Birthday: વિદેશમાં જન્મ, 8 વર્ષે ડેબ્યૂ, દીપિકા વિશે આ વાતો નહીં જાણતા હોય તમે
Deepika Padukone Unknown Facts: દીપિકા પાદુકોણ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તે 39 વર્ષની થઈ ગઈ છે. આવી સ્થિતિમાં અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતોથી પરિચિત કરાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકા પાદુકોણ બેંગલુરુમાં મોટી થઈ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રીનો જન્મ વિદેશમાં થયો હતો. દીપિકાનો જન્મ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં થયો હતો અને 11 મહિનાની ઉંમરે તે ભારતમાં શિફ્ટ થઈ હતી.
દીપિકા પાદુકોણે બાળપણમાં જ સ્ક્રીન પર ડેબ્યુ કર્યું હતું. જ્યારે અભિનેત્રી 8 વર્ષની હતી ત્યારે તે એક એડ કેમ્પેઈનમાં જોવા મળી હતી.
અભિનેત્રીનું અભિનય ડેબ્યુ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી થયું ન હતું. તેના બદલે તેણે કન્નડ ફિલ્મ 'ઐશ્વર્યા'થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
અભિનેત્રીએ એક વર્ષમાં 100 કરોડની ચાર ફિલ્મો આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2013માં તેની ફિલ્મો 'રેસ 2', 'યે જવાની હૈ દીવાની', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'ગોલિયોં કી રાસલીલા-રામલીલા' રિલીઝ થઈ હતી અને તે બધી હિટ રહી હતી.
દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ રાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે અને તેમને અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. પિતાની જેમ દીપિકા પણ રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટન રમી ચુકી છે.
હુરુન રિચ લિસ્ટ 2024 મુજબ, દીપિકા પાદુકોણ બોલિવૂડની 5મી સૌથી અમીર અભિનેત્રી છે. તે 500 કરોડની સંપત્તિની માલિક છે.