Cannes 2022: પોતાની હેરસ્ટાઇલના કારણે ટ્રોલ થઇ Deepika Padukone
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે દીપિકા પાદુકોણે રેડ કલરનું લૂઈસ વિટન ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં દીપિકા અદભૂત લાગી રહી હતી. દીપિકાએ પોતાનો મેકઅપ અને હેરસ્ટાઇલ ક્લાસિક રાખ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીપિકાના આ લુકમાં તેની હેરસ્ટાઈલ સૌથી વધુ હાઈલાઈટ થઈ હતી. પરંતુ અભિનેત્રીની આ અવ્યવસ્થિત હેરસ્ટાઇલ યુઝર્સને પસંદ આવી નહોતી.
સોશિયલ મીડિયા પર લોકોને દીપિકાનું રેડ ગાઉન પણ પસંદ આવ્યું નહોતું. અભિનેત્રીનો મેકઅપ અને તેઓની હેરસ્ટાઇલ પણ પસંદ આવી નહોતી. દીપિકાની હેરસ્ટાઈલ પર સૌથી વધુ કોમેન્ટ આવી રહી છે.
એક યુઝર્સે લખ્યું કે હું દીપિકાની હેરસ્ટાઇલથી નિરાશ છું. દીપિકાના લુકને જોઈને કેટલાક લોકોએ કહ્યું કે અભિનેત્રીએ તરખાટ મચાવી દીધી છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે દીપિકા હંમેશા બીજાની નકલ કરે છે.ટ્રોલર્સે દીપિકાની ફેશનને જૂની ફેશન ગણાવી હતી.
દીપિકા કાન્સમાં ત્રીજા દિવસે ફિલ્મ Armageddon Timeના પ્રીમિયરમાં પહોંચી હતી. આ વખતે દીપિકા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્યોમાં સામેલ છે.
All Photo Credit: Instagram
દીપિકા