Dhirubhai Ambani School: ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કરે છે બોલીવૂડ સ્ટાર્સના બાળકો, જાણો કેટલી છે ફી ?
વર્ષ 2003માં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરી હતી. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ BKC કોમ્પ્લેક્સ, બાંદ્રા ઈસ્ટમાં આવેલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધીરુભાઈ અંબાણી સ્કૂલ મુંબઈની ટોચની સ્કૂલમાંની એક છે. વર્ષ 2003માં મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત કરી હતી. ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ BKC કોમ્પ્લેક્સ, બાંદ્રા ઈસ્ટમાં આવેલી છે. આ શાળા 7 માળની ઇમારતમાં બનેલી છે અને અહીં LKG થી 12મા ધોરણ સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. આ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ક્વોલિફિકેશન આપવામાં આવે છે. આ શાળામાં એડમિશન મેળવવુ મુશ્કેલ છે. અહીં LKG થી 7મા ધોરણ સુધીની વાર્ષિક ફી 1,70,000 રૂપિયા છે અને બીજી તરફ 8માથી 12મા ધોરણ સુધીના બાળકોની ફી વાર્ષિક 4 થી 12 લાખ રૂપિયા છે. આ શાળામાં ઘણા મોટા બોલીવૂડ સ્ટાર્સના બાળકો અભ્યાસ કરે છે. આ લિસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, શાહરૂખ ખાન, ચંકી પાંડે સહિત ઘણા સ્ટાર્સ છે. આવોજાણીએ કે અત્યાર સુધી આ સ્કૂલમાંથી કયા સ્ટાર કિડ્સે અભ્યાસ કર્યો છે.
ઐશ્વર્યા રાય બચ્ચનની દિકરી આરાધ્યા બચ્ચન આ શાળામાં અભ્યાસ કરે છે. આરાધ્યા બચ્ચનનું નામ બોલિવૂડની સૌથી લોકપ્રિય સ્ટારકિડ્સની યાદીમાં સામેલ છે.
બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનનો નાનો દિકરો અબરામ ખાન ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. શાહરુખની દિકરી સુહાના ખાને પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી અને એક્ટ્રેસ સારા અલી ખાને પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું છે.
રિતિક રોશન અને સુઝેન ખાનના બંને પુત્રો રેહાન અને રિદાન ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કરી રહ્યા છે. જોકે રિતિક રોશન અને સુઝેન ખાન હવે અલગ થઈ ગયા છે.
ચંકી પાંડેની મોટી દીકરી અનન્યા પાંડે અને નાની દીકરી રાયસા પાંડેએ ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી જ અભ્યાસ કર્યો છે.
શ્રીદેવી અને બોની કપૂરની બંને દીકરીઓ જાન્હવી કપૂર અને ખુશી કપૂરે પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.