Diwali 2024: ગોલ્ડન સાડી, ડીપ નેક બ્લાઉઝ પહેરી દિવાળી પાર્ટીમાં પહોંચી દિશા પટણી
Diwali 2024: બોલિવૂડમાં દિવાળી પહેલાની પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. મનીષ મલ્હોત્રાએ ગઈકાલે તેમના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તમામ બોલિવૂડ સ્ટાર્સે ટ્રેડિશનલ લૂકમાં ભાગ લીધો હતો, તમામ બોલિવૂડ સેલેબ્સ મનીષ મલ્હોત્રાના ઘરે અલગ-અલગ એથનિક લૂકમાં પહોંચ્યા હતા. વાસ્તવમાં પ્રખ્યાત ફેશન ડિઝાઇનરે તેના ઘરે પ્રી-દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન દિશા પટણી તેના ગ્લેમરમ લૂકમાં પહોંચી હતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં દિશા પટણી એકદમ ફેબ્યુલસ લાગી રહી હતી. અભિનેત્રી એટલી સુંદર લાગી રહી હતી કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી.
દિશાએ દિવાળીની પાર્ટીમાં અનોખા અંદાજમાં ગોલ્ડન સાડી પહેરી હતી અને તે એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
દિશાએ તેની ગોલ્ડન સાડીને ક્લીવેજ-બેરિંગ ગોલ્ડન બ્રાલેટ સાથે પેર કરી હતી. આ લુકમાં તે એકદમ બોલ્ડ લાગી રહી હતી.
દિશાએ તેના સાડી લુક સાથે ગ્લોસી મેકઅપ કર્યો હતો.દિશાના આઉટફિટમાં આધુનિક ટ્વિસ્ટવાળી પરંપરાગત સાડી હતી.
આ દરમિયાન દિશાએ પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા. અભિનેત્રીના ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો દિશાના લુકના દીવાના થઈ રહ્યા છે.