Sharvari Wagh Diwali Look: રેડ સાડીમાં અપ્સરા લાગી શરવરી વાઘ, કાતિલ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા
શરવરી વાઘ હાલમાં જ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સાડી પહેરીને પહોંચી હતી. તે જ સમયે, અભિનેત્રીએ તેના લાલ સાડી લુકની કેટલીક તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે. આગળની સ્લાઈડ પર એક નજર...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણીવાર બોલ્ડ લુકમાં જોવા મળતી સુંદર હસીના શરવરી વાઘ દિવાળીના અવસર પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી. અભિનેત્રીએ તેના સાડી લુકની ઘણી તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
શરવરી વાઘે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે લાલ સાડીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે.
વાસ્તવમાં આ લાલ સાડીમાં શરવરી વાઘ મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. અભિનેત્રી ત્યાં પહોંચી કે તરત જ બધાની નજર તેના પર અટકી ગઈ.
લુકની વાત કરીએ તો અભિનેત્રીએ સેટ મેકઅપ અને સુંદર નેકપીસ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે. ફેન્સ પણ અભિનેત્રીના આ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
તેના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાં શરવરીએ ખૂબ જ ખાસ કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું કે, કહી દો ના, કહી દો ના... હેપ્પી દિવાળી.
ચાહકો શરવરીની આ તસવીરોને લાઈક અને કોમેન્ટ્સ કરી રહ્યા છે.
(તમામ તસવીરો શરવરી ઈન્સ્ટાગ્રામ)