Elvish Yadav Ex-Girlfriend: બૉલીવુડની કોઇ હીરોઇનથી કમ નથી એલ્વિશની એક્સ ગર્લફ્રેન્ડ, બ્રેકઅપ બાદ પણ આવે છે યુટ્યૂબરને યાદ ?
Elvish Yadav Ex-Girlfriend: ટીવી શૉ બિગ બૉસમાં એલ્વિશ યાદવની એન્ટ્રી બાદ તેનું ટ્યૂનિંગ બેબીકા સાથે જામતુ રહેતુ હતુ. જોકે બાદમાં ટૂંક સમયમાં જ બધાનો ભ્રમ તૂટી ગયો હતો, મનીષા રાની પણ એલ્વિશ યાદવની ખૂબ નજીક જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલ્વિશ યાદવ માત્ર યુટ્યુબ સ્ટાર જ નથી, હવે તે બિગ બૉસ OTT 2માં પણ ઘણો જોવા મળે છે અને દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા સહ-સ્પર્ધકો એલ્વિશ યાદવ સાથે ફ્લર્ટ કરતા જોવા મળ્યા હતા, પરંતુ એલ્વિશ યાદવે કોઈમાં પોતાનો રસ ન હતો દર્શાવ્યો, કારણ શું હતું? શું એલ્વિશ યાદવ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને પાર ભૂલી નથી શક્યો ?
એલ્વિશ યાદવનો પ્રેમ 6-7 વર્ષ જૂનો છે. થોડા સમય પહેલા બંનેનું બ્રેકઅપ થયું હતું. એલ્વિશ યાદવની એક્સનું નામ કૃતિ મેહરા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરતા હતા.
એલ્વિશ યાદવ અને કૃતિ યુટ્યુબ વીડિયોમાં સાથે કામ કરતા હતા અને રમૂજી વીડિયો દ્વારા પોતાના ફેન્સનું મનોરંજન કરતા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે, છેલ્લા દોઢ વર્ષ બન્નેના રસ્તાં હવે અલગ થઇ ગયા છે.
કૃતિ સોશ્યલ મીડિયા પર પણ ઇન્ફ્લૂએન્જર છે. યુટ્યુબ પર લાખો લોકો તેને ફોલો કરે છે. એલ્વિશ યાદવે એ વ્યક્તિ હતી જેને કૃતિને વીડિયો ક્રિેટર્સની દુનિયામાં એન્ટ્રી માટે પ્રોત્સાહિત કરી હતી.
કૃતિના કહેવા પ્રમાણે, એલ્વિશ યાદવ અને તે એક જ કૉલેજમાં અભ્યાસ કરતા હતા. જ્યારે કૃતિ કૉલેજમાં તેની ડાન્સ સોસાયટી માટે પ્રેક્ટિસ કરતી હતી, ત્યારે એલ્વિશે તેને પહેલીવાર જોઈ હતી.
પછી એલ્વિશ તેની કૉલેજની ચૂંટણીમાં ઊભો રહ્યો. તે સમયે એલ્વિશ તમામ વિદ્યાર્થીઓને પૂછી રહ્યો હતો કે તેઓ કૉલેજમાં શું પરિવર્તન ઈચ્છે છે. આવામાં કૃતિએ તેની સામે એક માંગ મૂકી હતી.
ત્યારે કૃતિના ક્લાસમાં ગયેલા એલ્વિશ યાદવને કહ્યું કે કૉલેજની કેન્ટીનમાં મોમૉઝ નથી, તેને લગાવી દો.
આ ક્યૂટ ડિમાન્ડ સાંભળીને એલ્વિશ યાદવને કૃતિ ખૂબ જ પસંદ આવી ગઈ અને અહીંથી બંને વચ્ચે કનેક્શન થઈ ગયું.
એલ્વિશ યાદવ અને કૃતિ સાથે મળીને કન્ટેન્ટ બનાવતા હતા, પરંતુ પછી શું થયું કે બંને અલગ થઈ ગયા. એવી અફવા હતી કે એલવિશે કૃતિ સાથે છેતરપિંડી કરી છે.
જ્યારે કૃતિએ પોતે આગળ આવીને કહ્યું કે ના, એલ્વિશએ આવું કંઈ કર્યું નથી. અલગ થવા પાછળનું કારણ કૃતિએ જણાવ્યું કે બંને એકબીજાથી અલગ છે અને તેમની વિચારસરણી પણ એકદમ અલગ છે.
એલ્વિશ હવે જીવનમાં આગળ વધી ગયો છે, પરંતુ તે તેના જૂના પ્રેમને ભૂલી શક્યો નથી, તેથી જ તેને બિગ બૉસમાં ક્યારેય કોઈની સાથે ફ્લર્ટ નથી કર્યું. જોકે શરૂઆતમાં તેની બેબિકા સાથે ચીટચેટ થઈ હતી, જેમાં તે તેને ખૂબ ટોણા મારતો હતો. પાછળથી બેબીકા સમજી ગઈ કે એલ્વિશ ફક્ત સ્પિન લઈ રહ્યો છે.
વળી, મનીષા રાની પણ બિગ બૉસના ઘરમાં એલ્વિશ સાથે ઘણો સમય વિતાવી ચૂકી છે. ફન વેમાં તે કહેતી રહે છે કે ચાલો એક જોડી બનાવીએ, જ્યારે એલ્વિશ આ બધાથી દૂર ભાગતો રહે છે. એકવાર શૉમાં એલ્વિશને એવું કહેતા પણ સાંભળવામાં આવ્યો હતો કે 'બહાર મુસીબત થઇ જશે'.