Bollywood Kissa: જ્યારે વિદ્યા બાલનને કિસ કરવામાં બોલિવૂડના 'સીરિયલ કિસર'ની હાલત થઇ ગઇ હતી ખરાબ, જાણો કારણ
ઈમરાન હાશ્મી અને વિદ્યા બાલન તેવા સ્ટાર્સ છે જે પડદા પર બોલ્ડ સીન આપવામાં શરમાતા નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે ઈમરાને વિદ્યા સાથે કામ કર્યું ત્યારે તે ખૂબ જ નર્વસ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈમરાન હાશ્મી અને વિદ્યા બાલનની જોડીને ચાહકોએ 'હમારી અધૂરી કહાની', 'ઘનચક્કર' અને 'ધ ડર્ટી પિક્ચર' જેવી ફિલ્મોમાં જોઈ હતી. તેમાંથી બંનેએ 'ઘનચક્કર'માં ઘણા ઇન્ટિમેટ સીન આપ્યા હતા. જે લાંબા સમયથી ચર્ચામાં રહ્યા હતા.
પણ તમને એ જાણીને નવાઇ લાગશે કે બોલિવૂડમાં સીરીયલ કિસર તરીકે ઓળખાતો ઈમરાન હાશ્મી જ્યારે વિદ્યાને કિસ કરતો હતો ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો. આ વાતનો ખુલાસો વિદ્યા બાલને પોતે નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર'માં કર્યો હતો.
નેહા ધૂપિયાના ચેટ શોમાં પહોંચીને વિદ્યાએ કહ્યું હતું કે, જ્યારે પણ ઈમરાન મને કિસ કરતો હતો ત્યારે તેના હાથ-પગ ધ્રૂજતા હતા અને તે મને વારંવાર પૂછતો હતો કે, સિદ્ધાર્થ શું કહેશે? શું તમને લાગે છે કે તેઓ મને મારો પેમેન્ટ ચેક આપશે? ,
વિદ્યા બાલને વર્ષ 2012માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. સિદ્ધાર્થ એક જાણીતા ફિલ્મ નિર્માતા છે.
ઇમરાન છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ 'સેલ્ફી'માં જોવા મળ્યો હતો. જો કે દર્શકોને આ ફિલ્મ બહુ પસંદ આવી ન હતી.
હવે ઇમરામ સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'માં જોવા મળવાનો છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.