Pics: ઓલ વ્હાઇટ લૂકમાં Disha Pataniએ એરપોર્ટ પર બતાવ્યો કૂલ અંદાજ, ખુલ્લા વાળ-બ્લેક ગૉગલ્સમાં લાગી ગજબ......
Entertainment News: બૉલીવૂડ એક્ટ્રેસ દિશા પટ્ટણી હંમેશા ચર્ચામાં રહે છે. દિશા સારી રીતે જાણે છે કે લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું. શનિવારે પણ અભિનેત્રી મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટ્ટણી બૉલીવૂડની સૌથી ગ્લેમ અભિનેત્રીઓમાંની એક છે. તેણીની એક વિશાળ ફેન ફોલોઇંગ છે જે અભિનેત્રી વિશે બધું જાણવા માટે ઉત્સાહિત છે. આ બધાની વચ્ચે દિશા આજે સવારે એરપોર્ટ પર કુલ લૂકમાં જોવા મળી હતી. દિશા પટ્ટણી શનિવારે મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ આકર્ષક લૂકમાં એન્ટ્રી કરી હતી.
દિશાએ આ દરમિયાન સફેદ કાર્ગો પેન્ટ સાથે ક્રૉપ ટોપ પહેર્યું હતું અને ઉનાળામાં તે એકદમ હૉટ લાગી રહી હતી.
દિશાએ તેના કૂલ લૂક સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાળા રંગના સનગ્લાસ પહેર્યા હતા.
આ દરમિયાન અભિનેત્રી મેકઅપ વગર પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. દિશા પણ તેના વ્હાઇટ આઉટફિટ સાથે તેના કર્વી ફિગરને ફ્લૉન્ટ કરતી જોવા મળી હતી.
એરપોર્ટ પર હાજર પૈપરાજીએ પણ આ સુંદરતાની ઘણી બધી તસવીરો ક્લિક કરી હતી જે હવે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે.
દિશાએ એરપોર્ટમાં પ્રવેશતા પહેલા તેની કિલર સ્માઈલ પણ આપી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટ્ટણી નાગ અશ્વિનની ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળશે.