Esha Deol: ઇશા દેઓલના ફિલ્મોમાં આવવાથી કેમ નારાજ હતા પિતા ધર્મેન્દ્ર? કારણ જાણીને ચોંકી ઉઠશો
Dharmendra On Esha Deol: ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઇશા દેઓલે કેટલીક બોલિવૂડ ફિલ્મો કરી છે. પરંતુ શું તમે જાણો છો કે ઈશાની ફિલ્મોમાં એન્ટ્રીથી તેના પિતા ધર્મેન્દ્ર નારાજ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશા દેઓલે ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ઈશા બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાનું સપનું જોતી હતી, પરંતુ પાપા ધર્મેન્દ્ર તેને ફિલ્મોમાં જોવા માંગતા ન હતા.
હેમા માલિનીએ તે સમયે દીકરી ઈશાને ખૂબ સપોર્ટ કર્યો હતો અને તેને પોતાના તરફથી ફિલ્મોમાં જવાની મંજૂરી આપી હતી. જ્યારે ધર્મેન્દ્ર આ નિર્ણયથી ખુશ ન હતા.
આટલું જ નહીં, ભાઈ સની અને બોબી દેઓલ પણ ઇશાથી નારાજ હતા કારણ કે ઇશાએ તેના પિતાની વાત નકારી હતી. ઈશાએ ‘ધૂમ’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઈશાનો ગ્લેમરસ અવતાર પણ જોવા મળ્યો હતો.
ઈશાએ બિકીની પહેરીને તમામને ચોંકાવી દીધા હતા. પરંતુ આ પછી ઈશાની એક પછી એક ઘણી ફિલ્મો ફ્લોપ થઈ. ‘ચુરા લિયા હૈ તુમને’ અને ‘કાલ’ જેવી ફિલ્મો તેના કરિયરની કેટલીક સારી ફિલ્મોમાં સામેલ છે.
ઇશા દેઓલે તાજેતરમાં જણાવ્યું કે તેના પિતા ધર્મેન્દ્રના વિરોધ પાછળનું કારણ શું હતું? ઈશાએ કહ્યું કે તેના પિતા ખૂબ જ કોમળ દિલના છે પરંતુ હાર્ટકોર પંજાબી છે.
તે તેમના પરિવારની મહિલાઓ માટે ઓવર પ્રોટેક્ટિવ છે. તે પંજાબી રૂઢિચુસ્ત વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે. આ કારણે તેમણે દીકરીઓને ફિલ્મી દુનિયામાં આવવાની સલાહ આપી ન હતી.