સની દેઓલના બર્થ-ડે પણ બહેન ઇશા દેઓલે લખી પોસ્ટ, બોબી દેઓલે પણ શેર કરી અનસીન તસવીરો
Sunny deol B'day: બોલિવૂડ એક્ટર સની દેઓલ આજે એટલે કે 19 ઓક્ટોબરે પોતાનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે પરંતુ તેની સાવકી બહેન ઇશા દેઓલે પણ તેને શુભેચ્છા પાઠવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશા દેઓલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સની દેઓલ સાથે એક તસવીર શેર કરી છે અને તેના પર લખ્યું હેપ્પી બર્થ ડે સની ભૈયા. આ સિવાય સની દેઓલના નાના ભાઈ બોબી દેઓલે પણ તેના મોટા ભાઈની અનસીન તસવીરો સાથે શુભેચ્છા પાઠવી હતી.
બોબી દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને ભાઈઓ વચ્ચે બોન્ડ જોવા મળી રહ્યું છે. ફોટોમાં બંને પોતાના ઘરે કંઈક સેલિબ્રેટ કરતા જોવા મળે છે. બંને ખુશીથી ડાન્સ કરી રહ્યા છે.
ફોટો શેર કરતી વખતે બોબી દેઓલે લખ્યું હતું કે , 'લવ યુ ભાઈ, હેપ્પી બર્થડે...'. બોબી દેઓલની પોસ્ટ પર અર્જુન રામપાલ, હિમાંશ કોહલી, રાહુલ દેવે પણ અભિનેતાને અભિનંદન પાઠવ્યા છે.
ભાઈ-બહેન ઉપરાંત સની દેઓલના પુત્રોએ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કરણ દેઓલ અને રાજવીર દેઓલે તેમના ઈન્સ્ટાગ્રામ પર તેમના પિતા સાથેનો એક ફોટો શેર કર્યો છે અને તેમને શુભેચ્છા પાઠવી છે.
કેટલીક તસવીરો શેર કરતી વખતે કરણે લખ્યું, 'હેપ્પી બર્થ ડે ડેડ. તમારું ટેલેન્ટ અને પ્રેમ મને દરરોજ પ્રેરણા આપે છે. આ વર્ષ હજી વધુ સફળતા અને ખુશીઓથી ભરેલું રહે.
રાજવીર દેઓલે પણ પોતાના પિતા સાથેનો ફોટો શેર કરીને તેમને શુભેચ્છા પાઠવી છે. રાજવીરે લખ્યું, 'હેપ્પી બર્થ ડે ડેડ. હું પ્રાર્થના કરું છું કે તમારો જન્મદિવસ તમારા જેવો જ અદભૂત હોય. લવ યુ'. રાજવીરે હાલમાં જ ફિલ્મ 'દોનો'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે.