Deepika Padukone Pics: દીપિકા પાદુકોણનો ટ્રેડિશનલ લૂક બન્યો ચર્ચાનો વિષય, સિમ્પલ ડ્રેસમાં દીપિકાનો ગ્લેમરસ અંદાજ...
હાલના દિવસોમાં ફિલ્મ 'પઠાણ'ની જોરદાર ચર્ચા થઈ રહી છે. જ્યારે કિંગ ખાન આ ફિલ્મથી પડદા પર પાછો ફરી રહ્યો છે, ત્યારે દર્શકો પણ દીપિકા પાદુકોણ સાથેની તેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોવા આતુર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં દીપિકાનો ટ્રેડિશનલ લૂક ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. લેટેસ્ટ તસવીરોમાં દીપિકા પિંક સલવાર સૂટમાં જોવા મળી રહી છે. આ ફોટો સાથે દીપિકાની કિલર સ્માઈલ પણ ચાહકોને દિવાના બનાવી રહી છે.
લાઈટ મેકઅપ સાથે લાંબી ઈયરિંગ્સ અને સુંદર હેરસ્ટાઈલનો દીપિકાનો લુક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.
દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, તે દરેક લુકમાં સુંદર લાગે છે.
દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ 'ગેહરાઈયાં'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકાનો લુક અને અભિનય ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
દીપિકાના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો 'પઠાણ' સિવાય ફિલ્મ 'સર્કસ'માં તેનો કેમિયો રોલ જોવા મળશે. આ સિવાય તે 'પ્રોજેક્ટ કે'માં પણ જોવા મળશે.