એક્ટિંગમાં નિષ્ફળતા મળ્યા બાદ ડાયરેક્શનમાં અજમાવ્યો હાથ, આજે મોટી મોટી ફિલ્મો ડાયરેક્ટ કરે છે આ સ્ટાર્સ
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે એક્ટિંગમાં હાથ અજમાવ્યો પરંતુ તેમાં સફળતા મેળવી શક્યા નહીં. જે બાદ તેમણે એક્ટિંગ છોડી ડાયરેક્શનમાં હાથ અજમાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને બોલિવૂડમાં એક અભિનેતા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ઘણી ફિલ્મો કરી પરંતુ તેમાંથી કોઈ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કરી શકી નહીં. જે બાદ અરબાઝે એક્ટિંગ છોડીને ડાયરેક્શનમાં હાથ અજમાવ્યો. તેણે તેના ભાઈ સલમાન ખાનની ફિલ્મ દબંગ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી હતી અને હિટ સાબિત થઈ હતી.
પૂજા ભટ્ટે પણ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી કેટલીક હિટ અને કેટલીક ફ્લોપ સાબિત થઈ. જોકે, આ પછી પૂજાએ એક્ટિંગને અલવિદા કહ્યું અને ડાયરેક્શનની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે 'હોલિડે', 'જિસ્મ 2', 'પાપ' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
જુગલ હંસરાજે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ 'મોહબ્બતે'થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર સાબિત થઈ હતી. આ ફિલ્મ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તે કંઈ ખાસ કમાલ બતાવી શકી નહીં. જે બાદ જુગલે ડાયરેક્શન પસંદ કર્યું. તેણે 'સડક કે કિનારે' અને 'પ્યાર ઈમ્પોસિબલ' જેવી ફિલ્મો બનાવી છે.
અતુલ અગ્નિહોત્રીએ અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે તેનું એક્ટિંગ કરિયર ખાસ નહોતું. બાદમાં અતુલ ડાયરેક્શન તરફ વળ્યો અને તેણે 'હેલો', 'દિલ ને જીસે અપના કહા' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
રાકેશ રોશન તેમના સમયના જાણીતા અભિનેતા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. જોકે, તે એક અભિનેતા તરીકે જોઇએ તેટલી સફળતા મેળવી શક્યા નહી. જે પછી તેમણે ડાયરેક્શન પસંદ કર્યું અને ઘણી હિટ ફિલ્મો આપી હતી.
આશુતોષ ગોવારીકરે પણ પોતાની કારકિર્દીની શરૂઆત અભિનયથી કરી હતી. તેમણે બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ ફિલ્મમાં ઓળખ મળી નહી અને તેમણે ડાયરેક્શનનો રસ્તો પસંદ કર્યો. આશુતોષે ઘણી હિટ ફિલ્મો કરી. જેમાં 'લગાન', 'સ્વદેશ' અને 'જોધા અકબર' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
સુભાષ ઘાઈએ અભિનેતા તરીકે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે એક અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ સુભાષે અભિનય છોડીને દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું અને ઘણી ઉત્તમ ફિલ્મો કરી.કુણાલ ખેમુએ બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેણે બાળપણથી જ અભિનય શરૂ કર્યો હતો. તે ઘણી હિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં કુણાલે અભિનયની સાથે દિગ્દર્શન કરવાનું નક્કી કર્યું. તેણે ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ'નું ડાયરેક્શન કર્યું છે.
કુણાલ ખેમુએ બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેણે બાળપણથી જ અભિનય શરૂ કર્યો હતો. તે ઘણી હિટ ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. પરંતુ બાદમાં કુણાલે અભિનયની સાથે દિગ્દર્શન કરવાનું નક્કી કર્યું. તેણે ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ'નું ડાયરેક્શન કર્યું છે.