21 વર્ષ પછી આટલી બદલાઇ ગઇ છે Munna Bhai MBBSની ડોક્ટર સુમન, ઓળખવી મુશ્કેલ બની

Gracy Singh Transformation : બોલિવૂડ એક્ટ્રેસ ગ્રેસી સિંહે 21 વર્ષ પહેલા સંજય દત્ત સાથે ફિલ્મ 'મુન્નાભાઈ MBBS'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે ડોક્ટર સુમનનો રોલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આ ફિલ્મમાં સંજય દત્ત સાથે ગ્રેસીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ આ ફિલ્મ પછી અભિનેત્રી ક્યાંક ગાયબ થઈ ગઈ. આજે આ લેખમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે 21 વર્ષ પછી કેવી દેખાય છે અભિનેત્રી?

આ સિવાય અમે તમને જણાવીશું કે ગ્રેસી આ દિવસોમાં ફિલ્મી કરિયરથી 21 વર્ષ દૂર રહીને શું કરે છે?
ગ્રેસી સિંહ 21 વર્ષ પછી એકદમ અલગ દેખાવા લાગી છે. આ તસવીરમાં તેને ઓળખવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. ઉંમરની સાથે અભિનેત્રીના દેખાવમાં ઘણો ફેરફાર થયો હતો
જોકે, ગ્રેસી આજે પણ એટલી જ સુંદર લાગે છે જેટલી તે પહેલા હતી.ગ્રેસી સિંહે પોતાની અભિનય કારકિર્દીમાં કેટલીક પસંદગીની ફિલ્મો આપી છે. પરંતુ અભિનેત્રીની ત્રણ ફિલ્મો સુપરહિટ રહી છે. મુન્નાભાઈ એમબીબીએસ, લગાન અને ગંગાજલ આ યાદીમાં સામેલ છે.
ગ્રેસી સિંહ છેલ્લે ટીવી સીરિયલ 'સંતોષી મા - સુને વ્રત કથાએં'માં જોવા મળી હતી. આ શો 'સંતોષી મા'ની સિક્વલ હતી.
ગ્રેસી સિંહ બ્રહ્મા કુમારી વર્લ્ડ સ્પિરિચુઅલિટી યુનિવર્સિટીના સભ્ય છે. અભિનેત્રી હવે આ માટે પોતાનો બધો સમય આપી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આ સંસ્થાની સભ્ય હોવાથી ગ્રેસીએ હજુ સુધી લગ્ન કર્યા નથી અને ભવિષ્યમાં પણ તેની કોઈ યોજના નથી.