Filmfare OTT Awards 2024: આ લૂકમાં એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યા સેલેબ્સ, સિલ્વર સાડીમાં કરિનાએ લૂંટી મહેફિલ
Filmfare OTT Awards 2024: ગઈકાલે રાત્રે મુંબઈમાં આયોજિત ફિલ્મફેર ઓટીટી એવોર્ડ્સ 2024માં બોલિવૂડથી લઈને ટીવી જગતના તમામ સ્ટાર્સ અલગ-અલગ અંદાજમાં પહોંચ્યા હતા. તેમની તસવીરો હવે વાયરલ થઈ રહી છે, મુંબઈમાં ફિલ્મફેર ઓટીટી એવોર્ડ 2024ની પાંચમી સીઝનનું રેડ કાર્પેટ સ્ટાર્સની હાજરીથી ઝળહળી ઉઠ્યું હતું. કરીના કપૂરથી લઈને અનન્યા પાંડે અને વિજય વર્માથી લઈને મનીષા કોઈરાલા સુધી, બધાએ ગાલા નાઈટના રેડ કાર્પેટ પર ગ્લેમર ઉમેર્યું હતું.કરીના કપૂર ખાન એવોર્ડ નાઈટ માટે સબ્યસાચીની સિલ્વર સાડી પહેરીને પહોંચી હતી. આ લુકમાં કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનન્યા પાંડેએ એવોર્ડ નાઇટ માટે સિલ્વર શિમર ડિટેલિંગ સાથે ઑફ-શોલ્ડર સ્વીટહાર્ટ નેકલાઇન ગાઉન પહેર્યો હતો. કૉલ મી બે અભિનેત્રી ફિગર-હગિંગ બોડીકોન ફિટ ગાઉનમાં શો ચોરી કરતી જોવા મળી હતી.
સોનાક્ષી સિન્હા બોલ્ડ પાવર શોલ્ડર્સ અને ટાઇ-ઓન ડિટેલિંગ સાથે બ્લેક ટોપમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. તેણે મેચિંગ પેન્સિલ સ્કર્ટ સાથે જોડી બનાવી હતી આ આઉટફિટમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
ફરદીન ખાન આ ઈવેન્ટમાં ખૂબ જ ધૂમ મચાવતો જોવા મળ્યો હતો. હીરામંડી અભિનેતાએ બ્લેક બ્લેઝર અને બ્લેક પેન્ટ સાથે બ્લેક ટી-શર્ટની પેર બનાવી હતી. રેડ કાર્પેટ પર પેપ્સ માટે અભિનેતાએ ઘણી બધી તસવીરો ક્લિક કરી છે.
ડેઝી શાહ ઈવેન્ટમાં બ્લેક ક્રોપ ટોપ સાથે બ્લેક લોન્ગ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.
હીરામંડી તાજદારની ભૂમિકા નિભાવીને ફેમ થયેલા તાહા શાહ બદુશા પણ એવોર્ડ નાઈટમાં પહોંચ્યો હતો. તાહાએ બ્લેક બ્લેઝર અને મેચિંગ પેન્ટ અને શૂઝ સાથે સફેદ શર્ટને પેયર કર્યા હતા
વિજય વર્મા પેન્ટસૂટમાં ઇવેન્ટમાં પહોંચ્યો હતો. ડાર્લિંગ એક્ટર આ લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો.
સ્ટ્રી 2 એક્ટર અભિષેક બેનર્જી ઓલ વ્હાઇટ લૂકમાં એવોર્ડ ફંક્શનમાં પહોંચ્યો હતો અને તે એકદમ ડેશિંગ દેખાતો હતો.
કરિશ્મા તન્ના પણ આ ઈવેન્ટમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. કરિશ્માએ ઓફ-શોલ્ડર બ્લેક ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીના આઉટફિટમાં થાઇ હાઇ સ્લિટની સ્ટાઇલને વધુ ગ્લેમ બનાવી રહી હતી.ઈવેન્ટમાં જીગરા એક્ટર વેદાંગ રૈના બ્લેક લુકમાં પહોંચ્યો હતો. વેદાંગ એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
અભિનેત્રી સંજીદા શેખ પણ બ્લેક ટ્રાઉઝર સાથે વન શોલ્ડર ચમકદાર ક્રોપ ટોપ પહેરીને ઇવેન્ટમાં પહોંચી હતી. આ લુકમાં અભિનેત્રી એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.મીનાક્ષી શેષાદ્રી પણ ઈવેન્ટમાં ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. આ એવોર્ડ ફંક્શનમાં દિવ્યા દત્તા બ્લેક બ્લાઉઝ સાથે બ્લેક સાડી પહેરીને પહોંચી હતી. અભિનેત્રી અદભૂત લાગી રહી હતી. ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ ઈવેન્ટમાં બ્લેક બ્લેઝર સાથે બ્લેક પેન્ટમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગતા હતા.મનીષા કોઈરાલા પણ આ એવોર્ડ ફંક્શનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.