અમિતાભ બચ્ચનથી શાહરુખ ખાન સુધી, સુપરસ્ટાર્સે પૈસા લીધા વગર આ ફિલ્મોમાં કામ કર્યું
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, ફિલ્મી સિતારાઓ કોઈ પણ ફિલ્મમાં કામ કરવા માટે એક મોટી રકમ ચાર્જ કરે છે. જો કે, આજે અમે તમને આવા જ બોલીવુડ સુપરસ્ટાર વિશે જણાવી રહ્યા છીએ જેમણે ઘણી ફિલ્મોમાં એક પણ રુપિયો લીધા વગર કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આમ તો કોઈ પણ ફિલ્મમાં કામ કરવા માટે કરોડો રુપિયા લેતા હોય છે. પરંતુ તેમણે બોલીવુડ ફિલ્મ 'બ્લેક', ભોજપુરી ફિલ્મ 'ગંગા', 'ગંગા દેવી' અને 'ગંગોત્રી' જેવી ફિલ્મમાં ફ્રીમાં કામ કર્યું હતું.
ફિલ્મ 'મંટો' નવાજુદ્દીન સિદ્દીકીની જબરદસ્ત ફિલ્મોમાંની એક ફિલ્મ છે. જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ ફિલ્મમાં અભિનય કરવા માટે તેમણે ફક્ત એક રુપિયો ફી તરીકે લીધો હતો.
વર્ષ 2014માં આવેલી શાહિદ કપૂરની ફિલ્મ હૈદરને લોકોએ ખુબ પસંદ કરી હતી અને ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મના લીડ એક્ટર શાહિદ કપૂરના કરિયરની એક સુંદર ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહિદે પૈસા લીધા વગર કામ કર્યું હતું.
આ લિસ્ટમાં જાણીતી અભિનેત્રી રાની મુખર્જી પણ છે. રાનીએ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' માટે પૈસા લીધા વગર કામ કર્યું હતું.
ફરહાન અખ્તરની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં સોનમ કપૂર કેમિયો રોલ કરતી દેખાઈ હતી. જો કે, સોનમે આ રોલ માટે કોઈ ફી નહોતી લીધી અને ફ્રીમાં કામ કર્યું હતું.
સલમાન ખાન અવાર-નવાર પોતાના મિત્રોની ફિલ્મોમાં કેમિયો કરતો દેખાયો છે. પરંતુ અત્યાર સુધી સલમાને આવી ફિલ્મોમાં ફ્રીમાં કામ કર્યું છે. જેમાં તીસ માર ખાન અને સન ઓફ સરદાર જેવી ફિલ્મો છે.
બોલીવુડ કિંગ શાહરુખ ખાને પણ ફિલ્મ ભૂતનાથ રિટર્ન્સ (Bhoothnath Returns), ક્રેઝી 4 (Krazy 4) અને હે રામ (Hey Ram) જેવી ફિલ્મોમાં એક પણ રુપિયા લીધા વગર કામ કર્યું છે.