90s Actress Ott Debut: કરિશ્માથી લઇને કાજોલ સુધી, આ એક્ટ્રેસના ડૂબતા કરિયરને OTTએ આપ્યો સહારો
OTT પ્લેટફોર્મે ઘણા કલાકારોની ડૂબતી કરિયરને બચાવી છે. આવી સ્થિતિમાં ચાલો આપણે 90 ના દાયકાની તે અભિનેત્રીઓ વિશે જાણીએ જેઓ વર્ષો સુધી મોટા પડદાથી ગાયબ રહ્યા પછી OTT દ્વારા વાપસી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સમયગાળા દરમિયાન તમામ થિયેટર બંધ હતા ત્યારે દર્શકો OTT પ્લેટફોર્મ તરફ વળ્યા હતા. આવી સ્થિતિમાં ડિજિટલ પ્લેટફોર્મની દુનિયા ઘણા કલાકારોની ડૂબતી કારકિર્દી માટે લાઇફલાઇન બની છે. ચાલો આપણે 90 ના દાયકાની અભિનેત્રીઓ વિશે જાણીએ જેઓ વર્ષો સુધી મોટા પડદાથી ગાયબ રહ્યા બાદ OTT મારફતે વાપસી કરી છે
અભિનેત્રી સુષ્મિતા સેને લગભગ 10 વર્ષ પછી વેબ સિરીઝ 'આર્યા'થી OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાના દમદાર અભિનયથી બધાના દિલ જીતી લીધા. આ સીરીઝનો બીજો ભાગ પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યો છે.
રવિના ટંડને Netflix ની વેબ સિરીઝ Aranyak દ્વારા OTT ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે એક બહાદુર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી.
બોલિવૂડ અભિનેત્રી કાજોલ તેના જમાનાની સુપરહિટ હિરોઈનોમાંની એક રહી છે. હવે તે મોટા પડદા પર ભાગ્યે જ આવે છે. જો કે, કાજોલે 2021માં 'ત્રિભંગા'થી ડિજિટલ ડેબ્યૂ કર્યું હતું.
માધુરી દીક્ષિતે OTT પર 'ધ ફેમ ગેમ' સીરિઝથી ડેબ્યૂ કર્યું હતું. ભૂતકાળની નંબર 1 હિરોઈનની આ સીરિઝ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી આ સિરીઝમાં તેણે અનામિકા નામની પ્રખ્યાત અભિનેત્રીનું પાત્ર ભજવ્યું હતું.
90ના દાયકાની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરે વર્ષ 2020માં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'મેન્ટલહુડ' દ્વારા ઓટીટી ડેબ્યૂ કર્યું હતું.
સોનાલી બેન્દ્રેએ લાંબા સમય સુધી કેન્સર સામેની લડાઈ લડ્યા બાદ OTT મારફતે વાપસી કરી છે. તે વેબ સિરીઝ 'ધ બ્રોકન ન્યૂઝ'માં જોવા મળી હતી.