સલમાન, શાહરુખ અને અમિતાભ સહિતના બોલીવુડ સુપર સ્ટાર પોતાના બોડીગાર્ડને આપે છે કરોડોનો પગાર, જાણો રિપોર્ટ
Bollywood Celebs Bodyguard Salary: બોલિવૂડના સિતારાઓ હંમેશા તેમની લોકપ્રિયતાના કારણે હેડલાઇન્સમાં રહે છે. પરંતુ તેમની સાથે તેમની સુરક્ષામાં તૈનાત તેમના અંગત બોડીગાર્ડની પણ ઘણી ચર્ચા થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, બોલિવૂડ સેલેબ્સ સાથે હંમેશા તેમની સુરક્ષા માટે ખડે પગે રહેતા બોડીગાર્ડ્સને કેટલો પગાર મળે છે. આવો આજે તમને જણાવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરૂઆત કરીએ સલમાન ખાનના બોડીગાર્ડ શેરાથી. તેને બોલિવૂડનો સૌથી લોકપ્રિય બોડીગાર્ડ માનવામાં આવે છે, જે હંમેશા ભાઈજાન સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન તેમને દર વર્ષે 2 કરોડ રૂપિયા પગાર તરીકે આપે છે.
બોલિવૂડમાં વધુ સેલેરી લેવાની વાત આવે તો શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહનું નામ સૌથી ઉપર આવે છે. અહેવાલો અનુસાર, તેને કિંગ ખાનની સુરક્ષામાં તૈનાત થવા બદલ વાર્ષિક 2.7 કરોડ રૂપિયા મળે છે.
હવે વાત કરીએ બોલિવૂડ એક્ટર આમિર ખાનના બોડીગાર્ડ યુવરાજ ઘોરપડેની. આમિરની સુરક્ષા માટે યુવરાજને દર વર્ષે 2 કરોડ રૂપિયા મળે છે.
બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના અંગત અંગરક્ષકનું નામ જિતેન્દ્ર શિંદે છે, જે ઘણીવાર બિગબી સાથે જોવા મળે છે. રિપોર્ટ્સ મુજબ અમિતાભ બચ્ચન જિતેન્દ્ર શિંદેને વાર્ષિક 1.5 કરોડ રૂપિયાનો પગાર આપે છે.
શ્રેયસ થેલે પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનો બોડીગાર્ડ છે, જે તેની સાથે તેના પરિવારના સભ્યો સાથે પણ ઘણા પ્રસંગોએ જોવા મળે છે. અહેવાલો અનુસાર, અક્ષય તેના બોડીગાર્ડ શ્રેયસને વાર્ષિક 1.2 કરોડ રૂપિયા પગાર તરીકે આપે છે.