‘Gadar 2’ vs ‘OMG 2’ : સોમવારે પણ ગદર-2એ મચાવી ધૂમ, અક્ષય કુમારની OMG 2એ 50 કરોડની કરી કમાણી, જાણો ચોથા દિવસનું કલેક્શન?
સની દેઓલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2 વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને ફિલ્મોના ખૂબ વખાણ થઈ રહ્યા છે, પરંતુ સની દેઓલ અક્ષય કુમાર પર ભારે પડી રહ્યો છે.
ફોટોઃ ટ્વિટર
1/8
સની દેઓલની 'ગદર 2' અને અક્ષય કુમારની 'OMG 2' વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને ફિલ્મોના ખૂબ વખાણ થઈ રહ્યા છે, પરંતુ સની દેઓલ અક્ષય કુમાર પર ભારે પડી રહ્યો છે.
2/8
સની દેઓલેની ફિલ્મ 'ગદર 2' બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 137ની કમાણી કરી લીધી હતી.
3/8
આ પ્રમાણે ફિલ્મ માત્ર 4 દિવસમાં 160 કરોડનો આંકડો પાર કરી જશે. રિપોર્ટ અનુસાર, હિન્દી સિનેમાના ઈતિહાસમાં બોક્સ ઓફિસની દ્રષ્ટિએ કોઈપણ ફિલ્મ માટે આ શ્રેષ્ઠ સોમવાર રહ્યો છે.
4/8
ગદર 2નો ક્રેઝ એટલો છે કે લોકો સની દેઓલની ફિલ્મ જોવા માટે ટ્રેક્ટર લઇને જઇ રહ્યા છે. ફિલ્મને મળેલા જબરદસ્ત પ્રતિસાદથી દેઓલ પરિવાર પણ ઘણો ખુશ છે.
5/8
બીજી તરફ, હવે અક્ષય કુમારની ફિલ્મ OMG 2ની વાત કરીએ તો તેને ખૂબ જ સારા રિવ્યુ મળી રહ્યા છે, પરંતુ OMG 2 ગદરના તોફાનમાં તે ઉડી ગઇ છે.
6/8
sacnilk ના રિપોર્ટ અનુસાર, OMG 2 એ 4 દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી દીધો છે. ફિલ્મે પહેલા દિવસે 10.26 કરોડનો બિઝનેસ કર્યો હતો.
7/8
બીજા દિવસે ફિલ્મે 15 કરોડ 3 લાખનો બિઝનેસ કર્યો હતો. ત્રીજા દિવસે ફિલ્મે 17 કરોડ 55 લાખનો બિઝનેસ કર્યો હતો, જ્યારે આજે એટલે કે સોમવારે (14 ઓગસ્ટ) ફિલ્મ 11 કરોડનો બિઝનેસ કરી શકે છે.
8/8
આ પ્રમાણે જો ચારેય દિવસનું કલેક્શન મિક્સ કરવામાં આવે તો ફિલ્મ 54 કરોડ 11 લાખનો બિઝનેસ કરશે. 4 દિવસના હિસાબે આ કલેક્શન ખરાબ નથી, પરંતુ ગદરની સામે અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની ફિલ્મ નિષ્ફળ સાબિત થઈ રહી છે.
Published at : 14 Aug 2023 02:01 PM (IST)