Ganesh Chaturthi: એન્ટિલિયામાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, કરિના,માધુરી અને સલમાને પાડ્યો વટ
તમન્ના ભાટિયા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા એન્ટિલિયા પહોંચી હતી. તેણે જાંબલી રંગનો લહેંગા પહેર્યો હતો. કપાળ પર બિંદી અને બન હેર સાથે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઑફ-વ્હાઈટ પ્રિન્ટેડ સાડી પહેરીને માધુરી દીક્ષિત પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા પતિ નેને સાથે એન્ટિલિયા પહોંચી હતી.
આ દરમિયાન સલમાન ખાન એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તે ઓફ-વ્હાઈટ પેન્ટ અને ચપ્પલ સાથે બ્રાઉન શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો.
રિતેશ દેશમુખ પણ પત્ની જેનેલિયા સાથે ફંક્શનમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન જેનેલિયા સિલ્કના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કરીના કપૂર અને સૈફ અલી ખાન ગણેશ ચતુર્થી પૂજા દરમિયાન લાલ રંગના કપડામાં જોવા મળ્યા હતા. લાલ હેવી દુપટ્ટા સાથે મેચિંગ સૂટ પહેરીને બેબો ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો લાલ કુર્તા સાથે ધોતી પહેરીને સૈફ પણ ટ્રેડિશનલ લુકમાં વટ પાડી રહ્યો હતો.
સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ગણપતિના દર્શન કરવા એન્ટિલિયા પહોંચ્યા હતા. આ દરમિયાન કિયારા ઓફ-વ્હાઈટ અનારકલી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને સિદ્ધાર્થ પણ ઓરેન્જ કલરનો શોર્ટ કુર્તો પહેરીને ડેશિંગ લાગી રહ્યો હતો.