Ghoomar Screening Pics: 'Ghoomar'ના સ્ક્રીનિંગમાં પત્ની સાથે પહોંચ્યો સચિન તેંડુલકર, એક્ટ્રેસ સૈયામી ખેરે ભેટીને કર્યું સ્વાગત
Ghoomar Screening: અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ફિલ્મ 'ઘૂમર' સિનેમાઘરોમાં રીલિઝ થઇ ચૂકી છે. દરેક લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં અનેક સેલેબ્સે ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૈયામી ખેર મુંબઈમાં ફિલ્મ 'ઘૂમર'ના સ્ક્રીનિંગમાં સપોર્ટિવ લુકમાં પહોંચી હતી. અભિનેત્રીએ સફેદ જર્સી સાથે બ્લેક લેગિંગ્સ કેરી કરી હતી.
ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ પત્ની સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યા હતા.
બંનેએ સાથે સ્ક્રીનિંગ માટે જતા પહેલા પાપારાઝીને ઘણા પોઝ પણ આપ્યા હતા.
સચિને તેની પત્ની સાથે ફિલ્મ 'ઘૂમર' અભિનેત્રી સૈયામી ખેર સાથે પણ ઘણા પોઝ આપ્યા હતા.
સ્ક્રિનિંગમાં સચિન અને તેની પત્નીને જોઈને સૈયામી ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. અભિનેત્રીએ અંજલિ તેંડુલકરને પણ ગળે લગાવી હતી.
સ્ક્રિનિંગમાં ફિલ્મના ડિરેક્ટર આર બાલ્કી પણ જોવા મળ્યા હતા. જે ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ દેખાતા હતા.