Happy Birthday Anita Hassanandani: ‘નાગિન’ ફેમ અનીતા હસનંદાની ફિલ્મી લવસ્ટોરી, એકતા કપૂરે ડિપ્રેશનમાં આપ્યો હતો સહારો
Happy Birthday Anita Hassanandani: બોલિવૂડ એક્ટ્રેસ અનીતા હસનંદાની આજે બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. અનીતા હસનંદાનીનું અસલી નામ નતાશા હસનંદાની છે. હિંદી સિવાય કન્નડ અને તમિલ ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ અનીતાનો જન્મ 14 એપ્રિલ 1981માં થયો હતો. આવો જાણીએ અનીતા હસનંદાનીની રસપ્રદ જાણકારી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનીતા હસનંદાનીને શાનદાર અભિનય માટે બેસ્ટ ઓનસ્ક્રીન કપલ ઇન્ડિયન ટેલિ એવોર્ડ મળ્યો છે પરંતુ અનીતા ફક્ત ઓનસ્ક્રીન જ નહી પરંતુ ઓફસ્ક્રીન પણ બેસ્ટ વાઇફ છે. કોર્પોરેટર પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે લગ્ન કરી એક બાળકની માતા બની ચૂકેલી અનીતાની લવ લાઇફ પણ ખૂબ રસપ્રદ છે.
અનિતા ખૂબ જ સુંદર અને એક પુત્રની માતા હોવા છતાં પોતાને ખૂબ જ ફિટ રાખી રહી છે. વર્ષ 2000માં એકતા કપૂરની સીરિયલ 'કભી સૌતન કભી સહેલી'માં કામ કરીને અનિતા ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.
'મોહબ્બતેં'માં કામ કરીને અનિતા દર્શકોની પ્રિય અભિનેત્રી બની ગઈ હતી. તે એકતા કપૂરના ફેમસ શો 'નાગિન'ની સીઝન 3નો પણ ભાગ રહી ચુકી છે.
અનિતાએ એકવાર કહ્યું હતું કે એકતાએ તેને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી હતી.
અનિતાને તેના પતિ રોહિત રેડ્ડીએ એક પબની બહાર પ્રપોઝ કર્યું હતું.
જ્યારે રોહિત રેડ્ડીએ અનિતાને પ્રપોઝ કર્યું ત્યારે તેને ખબર નહોતી કે તે ફેમસ એક્ટ્રેસ છે.
વાસ્તવમાં એક દિવસ અનિતા હસનંદાની પબની બહાર ઉભી પોતાની કારની રાહ જોઈ રહી હતી, ત્યારે રોહિત ત્યાં પહોંચ્યો. જીમમાં વર્કઆઉટ દરમિયાન તે અનિતાને મળ્યો હતો
અનિતા હસનંદાનીએ કહ્યું હતું કે 'હું શરૂઆતના દિવસોમાં ખૂબ પીતી હતી, એક દિવસ મારી રોહિત સાથે લડાઇ થઇ ગઇ હતી પછી જ્યારે મને મારી ભૂલનો અહેસાસ થયો ત્યારે મેં રોહિતની માફી માંગી અને કહ્યું કે હું દારૂ પીવાનું બંધ કરી દઈશ.
સિંધી પરિવારમાં જન્મેલી અનિતાના લગ્ન તેલુગુ પરિવારના રોહિત સાથે થયા હતા.