Happy Birthday Ayesha Takia: 15 વર્ષની ઉંમરમાં કર્યું હતું ડેબ્યૂ, 23 વર્ષની ઉંમરમાં લગ્ન, જાણો Ayesha Takiaની ખાસ વાતો
Happy Birthday Ayesha Takia: આજે સલમાન ખાનની 'વોન્ટેડ' ફેમ આયેશા ટાકિયાનો જન્મદિવસ છે. 10 એપ્રિલ 1986ના રોજ મુંબઈમાં જન્મેલી આયેશા ટાકિયા એક સમયે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચિત અભિનેત્રી હતી. પરંતુ લગ્ન બાદ તેણે ફિલ્મી દુનિયાને અલવિદા કરી દીધી. હાલમાં આયેશા ટાકિયા ક્યાં છે અને શું કરી રહી છે તે જાણવા તેના ચાહકો આતુર છે. તો ચાલો જાણીએ આયેશા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆયેશા ટાકિયા એક ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા ગુજરાતી છે, માતા મહારાષ્ટ્રીયન અને બ્રિટિશ છે. તેણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ એન્થોની સ્કૂલમાંથી લીધુ હતુ.
આયેશાએ 15 વર્ષની ઉંમરે મોડલ તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ 4 વર્ષની ઉંમરથી કેમેરાનો સામનો કરવાનું શરૂ કર્યું. આયેશાએ 2004માં અજય દેવગણ અભિનીત 'ટાર્ઝનઃ ધ વન્ડર કાર'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો જેમાં તે વત્સલ સેઠ સાથે જોવા મળી હતી.
પહેલી બે ફિલ્મોથી દર્શકોના દિલ જીત્યા બાદ તેની આગામી ફિલ્મોમાં કંઈ ખાસ કરી શકી નહીં. આયેશા ટાકિયાએ સલમાન ખાન સાથેની 'વોન્ટેડ' બદલ સારી પ્રશંસા મેળવી હતી. આ માટે તેણે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા.
પરંતુ 23 વર્ષની ઉંમરે તેણે અચાનક લગ્ન કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા. આયેશા ટાકિયાએ 2009માં ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા અને તેના માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો. આયેશા ટાકિયાને ફરહાન આઝમી સાથે એક પુત્ર પણ છે જેનું નામ મિકાઈલ આઝમી છે.
આયેશા તેની લિપ સર્જરી માટે પણ ચર્ચામાં રહી હતી. ફિલ્મી દુનિયાથી દૂર આયેશા પોતાની પર્સનલ લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે, જેની એક ઝલક તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે.