Happy Birthday Deepika Padukone: મોંઘી કાર, કિંમતી રિંગ સહિત દીપિકા પાસે છે આ લકઝરી વસ્તુનું કલેકશન
બોલિવૂડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. દીપિકા આજે તેમનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. દીપિકાએ તેમના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે ઓમ શાંતિ ફિલ્મથી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમ શાંતિ બાદ દીપિકાનો સફર સરળ ન હતો પરંતુ તેને લગન અને મહેનતથી બોલિવૂડની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી. આજે તે કરોડોની માલિક છે. તેમની પાસે કિંમતી લક્ઝરી વસ્તુનું કલેકશન છે.
દીપિકા પાદુકોણ પાસે વ્યૂમોડ ટાવર્સમાં 4 BHKનું એક એપાર્ટમેન્ટ છે. જે 2776 વર્ગ ફૂટમાં ફેલાયેલું છે. જેની કિંમત 16 કરોડની આસપાસ છે.
દીપિકા કારની શોખીન છે. તેમની પાસે લકઝરી કારનું પણ સારૂ કલેકશન છે. તેમની પાસે Mercedes Maybach 500, Audi A8 L, Mini Cooper Convertible,અને Audi Q7 જેવી શાનદાર કાર છે
દીપિકા પાસે મોંઘી જ્વેલરીનું પણ જોરદાર કલેકશન છે. દીપિકાને રણવીરે જે રિંગ પહેરાવી હતી તેની કિંમત 2 કરોડની છે.
દીપિકા પાદુકોણ સ્ટાલિશ આઉટફિટની પણ શોખિન છે. તેની પાસે ફેન્સી આઉટફિટનું જોરદાર કલેકશન છે.
વાહનો ઉપરાંત, દીપિકા પાદુકોણને સ્ટાઇલિશ બેગ્સનો પણ શોખ છે, તેથી જ અભિનેત્રી પાસે બેગનું ઘણું કલેક્શન છે. દીપિકા સાથેની બેગની કિંમત 8 લાખ રૂપિયા છે. આ સિવાય તેને બ્લેક લેધરની સેલિન ફેન્ટમ ટોટ બેગ પણ પસંદ છે, આ બેગની કિંમત લગભગ 2.16 લાખ રૂપિયા છે.
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા.આ વર્ષ 2022માં દીપિકા પાદુકોણ ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે.