Dia Mirza Birthday: ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ થઇ છતાં સુપરસ્ટાર બની દિયા મિર્ઝા, જાણો કેટલી છે તેની નેટવર્થ?
Dia Mirza Birthday: એક્ટ્રેસ હોવા ઉપરાંત દિયા મિર્ઝા પ્રોડ્યુસર પણ છે. તે 9મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ અવસર પર અમે તમને અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિયા મિર્ઝાએ વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિક ઈન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું હતું. બરાબર એક વર્ષ બાદ તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા.
વર્ષ 2001માં દિયા મિર્ઝાને તેની પહેલી ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' મળી હતી. આમાં આર માધવન અભિનેત્રી સાથે જોવા મળ્યો હતો. બંને સ્ટાર્સની કેમેસ્ટ્રીએ ફિલ્મમાં ધૂમ મચાવી હતી.
ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' રીલિઝ થયા બાદ ખૂબ જ ચર્ચામાં આવી હતી. તેના ગીતો પણ ખૂબ લોકપ્રિય થયા હતા. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ના કરી શકી અને ફ્લોપ રહી હતી.
દિયા મિર્ઝાએ છેલ્લા 22 વર્ષમાં તેની મજબૂત નેટવર્થ બનાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી 22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
તે એક ફિલ્મમાં કામ કરવા માટે 1 થી 2 કરોડ રૂપિયા ફી લે છે. ફિલ્મો ઉપરાંત દિયા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, બ્રાન્ડ કોલેબરેશન અને સોશિયલ મીડિયામાંથી મોટી કમાણી કરે છે.
બાંદ્રાના પાલી હિલમાં દિયા મિર્ઝાનું આલિશાન ઘર છે. તેની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેત્રીના આ ઘરમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સિવાય દિયા મિર્ઝાને લક્ઝરી કારનો શોખ છે. તેની પાસે Lexus LS 570, Audi Q7 અને BMW X5 જેવી મોંઘી કાર છે.દિયા મિર્ઝાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ 'વન ઈન્ડિયા સ્ટોરીઝ' છે. તેણે તેની શરૂઆત વર્ષ 2019 માં તેના જન્મદિવસ પર કરી હતી.