Happy Birthday Emraan Hashmi: પંડિતના કહેવા પર ડેબ્યૂ ફિલ્મ માટે બદલ્યુ નામ, જાણો કેવી રીતે 'સીરિયલ કિસર' બન્યો ઇમરાન હાશ્મી
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીનો જન્મ 24 માર્ચ 1979ના રોજ મુંબઈમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. આજે તે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ઈમરાન હાશ્મીએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'રાઝ 3', 'મર્ડર', 'કલયુગ', 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બે દાયકાના કરિયરમાં ઈમરાને અત્યાર સુધી લગભગ 40 ફિલ્મો કરી છે, પરંતુ તેને લોકપ્રિયતા માત્ર 'સિરિયલ કિસર' બનીને મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, હવે ઈમરાન રોમેન્ટિક ફિલ્મો સિવાય ઘણી એક્શન ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. ઈમરાન ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે 'સેલ્ફી' નામની ફિલ્મમાં જોવા મળશે. જેમાં ડાયના અને નુસરત ભરૂચા પણ જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે ઈમરાન હાશ્મી ક્યારેય એક્ટર બનવા માંગતો નહોતો
એક ઇન્ટરવ્યૂમાં ઈમરાન હાશ્મીએ કહ્યું હતું કે તે કેમેરાનો સામનો કરતા ડરતો હતો. જો કે ઇમરાને બાળ કલાકાર તરીકે ઘણી જાહેરાતો કરી હતી, પરંતુ તેને લોકો દ્વારા ન્યાય કરવાનો ડર હતો. તેને લાગતું હતું કે તે અભિનય માટે તૈયાર નથી.
આ ડરને કારણે ઈમરાન હાશ્મીએ પોતાનું નામ બદલીને ફરહાન હાશ્મી કરી દીધું, કારણ કે એક પંડિતજીએ તેને આવું કરવાનું કહ્યું હતું.
ત્યારબાદ વર્ષ 2001માં તે 'યે જિંદગી કા સફર' નામની ફિલ્મથી ડેબ્યૂ કરવાનો હતો, પરંતુ બાદમાં ફિલ્મમેકરે તેને ફિલ્મમાંથી કાઢી મૂક્યો હતો. આ પછી ઈમરાન હાશ્મીએ 2003માં આવેલી ફિલ્મ 'ફૂટપાથ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
આ પછી ઈમરાને વર્ષ 2007માં 'મર્ડર', 'ઝેહર', 'આશિક બનાયા આપને', 'ગેંગસ્ટર' અને પછી 'આવારાપન' જેવી ફિલ્મો કરી હતી. બધી ફિલ્મો હિટ રહી હતી.
2012ની ફિલ્મ 'રાઝ 3'માં ઈમરાન હાશ્મીએ અભિનેત્રી એશા ગુપ્તા સાથે સૌથી લાંબો કિસિંગ સીન આપ્યો હતો. ત્યારથી તે 'સિરિયલ કિસર' તરીકે ઓળખાવા લાગ્યો હતો.
કરણ જોહરે તેના શોમાં ઈમરાન હાશ્મીને પૂછ્યું હતું કે ફિલ્મમાં તેની સાથે કઈ અભિનેત્રી સારી અને ખરાબ હતી. આ અંગે ઇમરાને કહ્યું કે તેણે જેકલીન ફર્નાન્ડીઝ સાથે 'મર્ડર 2'માં શ્રેષ્ઠ કિસ કરી હતી. જ્યારે, તેની સૌથી ખરાબ કિસ ફિલ્મ 'મર્ડર'માં મલ્લિકા શેરાવત સાથે હતી.