ઇલિયાના ડિક્રુઝ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે, બોલ્ડ તસવીરો શેર કરી રહેતી હોય છે ચર્ચામાં
'બાદશાહો', 'રુસ્તમ' અને સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. આજે અભિનેત્રીના જન્મદિવસ પર અમે તમને આવી જ કેટલીક રસપ્રદ વાતો જણાવી રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇલિયાના ડીક્રુઝે વર્ષ 2006માં 'દેવદાસુ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ સાથે જ તેણે 2012માં આવેલી ફિલ્મ 'બરફી'થી હિન્દી ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી.
ઇલિયાના એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે તેનો દરેક લુક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી આ અભિનેત્રી વર્ષ 2018માં મૈકેફી 'મોસ્ટ સેન્સેશનલ સેલિબ્રિટી' સર્વેમાં ટોચ પર હતી. આ યાદીમાં પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, પ્રીતિ ઝિંટા, તબ્બુ, કૃતિ સેનન, અક્ષય કુમાર, ઋષિ કપૂર અને પરિણીતી ચોપરાના નામ સામેલ હતા, પરંતુ ઇલિયાનાનું નામ સૌથી ઉપર હતું.
ઇલિયાનાએ 10 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં આવતા પહેલા તે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં મોટું નામ હતી. ફિલ્મો ઉપરાંત, અભિનેત્રીને અલગ-અલગ ડિઝાઈનર રિંગ્સ કલેક્ટ કરવાનો શોખીન છે. તેની પાસે 300 થી વધુનું કલેક્શન છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો ઇલિયાનાને અભિનયની સાથે મુસાફરી કરવાનો ખૂબ શોખ છે.
તે ઓસ્ટ્રેલિયન બોયફ્રેન્ડ એન્ડ્ર્યુ નીબોનને ડેટ કરી ચૂકી છે. જોકે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. હવે અહેવાલ છે કે તે કેટરિના કૈફના ભાઈ સાથે રિલેશનશિપમાં છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.