Happy Birthday Lata Mangeshkar: સૂર સાધિકા લત્તા મંગેશકર વિશે ગુલઝાર અને જાવેદ અખ્તરે શું કહ્યું?

લતા મંગેશકર

1/6
બાળપણમાં સહગલના ગીતોને પોતાની અવાજમાં પરોવતી લત્તા વિશે ક્યારેય ન હતું વિચાર્યું કે તેના સૂર દુનિયાની બેહદ ખૂબસૂરત અવાજમાંની એક માનવામાં આવશે. એટલે જ લતાને સૃષ્ટીનો અમૃત સ્વરથી પણ નવાજવામાં આવે છે.
2/6
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સમય એવો પણ હતો કે, લોકો માનતા હતા કે, “જો ફિલ્મના ગીતોને જો લત્તાનો અવાજ મળી જાય તો ફિલ્મ સફળ થવાની ગેરન્ટી 100 ટકા છે. જો ફિલ્મના ગીતોને લતાની સૂરમય અવાજથી ન સજાવામાં આવે તો ફિલ્મ નિષ્ફળતાની શક્યતા વધી જશે”
3/6
લત્તા મંગેશકર એક અવાજ નથી પરંતુ તે એક અહેસાસ છે.જેને સાંભળનાર તેને સાંભળવાની સાથે મહેસૂસ પણ કરે છે. જાવેદ અખ્તરે લત્તા મંગેશકર વિશે કહ્યું છે કે, “ અમારી પાસે એક ચાંદ છે, એક સુરજ છે અને એક લત્તા છે”. તો ગુલઝારે તેમના અવાજને એક સાંસ્કૃતિ તથ્યથી નવાજી છે.
4/6
લતા મંગેશકરે એક પછી એક અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો. તેમણે દરેક મૂડના ગીતો ગાયા. ભલે તે રોમેન્ટિક, ભક્તિ, રેટ્રો અથવા દર્દભર્યા ગીતો હોય. લતા મંગેશકરે એક પણ મૂડનો સોન્ગને છોડ્યા નથી. લતા મંગેશકરને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તડક ભડક વચ્ચે 'લેડી ઈન વ્હાઈટ' નામ આપવામાં આવ્યું છે. લતા દીદીને લાખો સલામ.
5/6
અવાજથી કરોડો દિલો પર રાજ કરતી લતા મંગેશકરનો આજે જન્મદિવસ છે. તેનો જન્મ ઇંદોરના મશહૂર સંગીતકાર દીનાનાથ મંગેશકરનાને ત્યાં 28 સપ્ટેમ્બર 1929માં થયો હતો.
6/6
2001માં તેમને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. લત્તા મંગેશકર એક એવી જીવિત હસ્તી છે. જેના નામ પર પુરસ્કાર આપવામાં આવે છે. પીએમ મોદીએ લત્તા મંગેશકરને જન્મ દિવસની શુભકામના પાઠવી છે.
Sponsored Links by Taboola