Hardik Pandya Pics: લગ્ન બાદ હાર્દિક-નતાશાની મહેંદી તસવીરો સામે આવી, જુઓ આ કપલની શાનદાર તસવીરો
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકએ 14 ફેબ્રુઆરી વેલેનટાઈન ડે પર રીતિ-રિવાજ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. બંનેના રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો બાદ આ કપલની મહેંદીની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરમાં નતાસા ખૂબ જ સુંદર અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.
આ તસવીરો હાર્દિક પંડ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે પોતાની પત્ની અને પુત્ર સાથે પોઝ આપી રહ્યો છે.
તસવીરોમાં હાર્દિક અને તેનો પુત્ર ગુલાબી રંગના કુર્તામાં જોવા મળે છે. જ્યારે નતાશા ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી હતી.
આ તસવીર મહેંદી અને હલ્દી સેરેમનીમાં કપલની ગ્રાન્ડ એન્ટ્રીની છે. જેમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. નતાશાના હાથમાં હાર્દિકના નામની મહેંદી છે. જેને તે દરેક તસવીરમાં સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી છે.
તસવીરો શેર કરતી વખતે હાર્દિક પંડ્યાએ કોમેન્ટમાં લખ્યું, 'પ્રેમમાં રંગમાં રંગાઈ ગયો'. જણાવી દઈએ કે હાર્દિક અને પંડ્યાએ ત્રણ વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા.
ચાહકો પણ કપલની આ સુંદર તસવીરોને લાઈક કરી રહ્યા છે.
(તમામ તસવીરો હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ )