Harnaaz Sandhu legal Trouble : 'ધ કપિલ શર્મા શો'ની એક્ટ્રેસે મિસ યુનિવર્સ Harnaaz Sandhu વિરુદ્ધ કર્યો કેસ, લગાવ્યો આ ગંભીર આરોપ
Harnaaz Sandhu legal Trouble : હરનાઝ દરેકની ફેવરિટ છે અને દેશ-વિદેશમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. પરંતુ હાલમાં જ હરનાઝ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.પંજાબના ગુરદાસપુરમાં જન્મેલી હરનાઝ સંધુએ જ્યારે પોતાના માથા પર મિસ યુનિવર્સનો તાજ પહેર્યો ત્યારે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએમાં કોઈ શંકા નથી કે હરનાઝ દરેકની ફેવરિટ છે અને દેશ-વિદેશમાં તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. મિસ યુનિવર્સનો તાજ પહેરીને હરનાઝે દુનિયાભરમાં એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ હાલમાં જ હરનાઝ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.
જાણીતી અભિનેત્રી ઉપાસના સિંહે હરનાઝ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઉપાસના કહે છે કે હરનાઝે તેના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું છે.વાસ્તવમાં હરનાઝ ટૂંક સમયમાં જ ઉપાસનાની ફિલ્મ ' Bai Ji Kuttange' થી ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. આ ફિલ્મ ઉપાસનાએ ત્યારે બનાવી હતી જ્યારે હરનાઝ મિસ યુનિવર્સ નહોતી. હવે અભિનેત્રીનું કહેવું છે કે હરનાઝે ફિલ્મનું પ્રમોશન કર્યું નથી જે તેના કરારની વિરુદ્ધ છે.
હરનાઝ પર કરારના ભંગનો આરોપ લગાવતા ઉપાસના સિંહે મિસ યુનિવર્સ વિરુદ્ધ ચંદીગઢની જિલ્લા કોર્ટમાં ફરિયાદ કરી છે.ઉપાસના અનુસાર, 'હરનાઝે પ્રમોશન માટે તારીખો આપવાનો પણ ઇનકાર કર્યો હતો, જ્યારે તેના કોન્ટ્રાક્ટમાં લખ્યું હતું કે પ્રમોશન દરમિયાન તેણે હાજર રહેવું પડશે. હવે કોન્ટ્રાક્ટ તોડવા બદલ ઉપાસનાએ હરનાઝ પાસે નુકસાની પણ માંગી છે.
પીટીઆઈના સમાચાર અનુસાર, ઉપાસના સિંહ કહે છે કે, “મેં હરનાઝને ફિલ્મ ' Bai Ji Kuttange' માં અભિનય કરવાની તક આપી હતી. એટલું જ નહીં મેં 'યારા દિયા પૂ બરનટ' પણ બનાવી જેમાં હરનાઝ પણ હીરોઈન છે. જ્યારે તે મિસ યુનિવર્સ નહોતી ત્યારે મેં તેને તક આપી હતી. મેં આ ફિલ્મ પાછળ મોટી રકમ ખર્ચી છે. આ કોઈ નાના બજેટની ફિલ્મ નથી.