ફેમસ પુસ્તકો પરથી બની છે બોલિવૂડની આ આઠ સુપરહિટ ફિલ્મો, OTT પર જરૂર જુઓ
Hindi Movies based on Book: પુસ્તકો પર આધારિત ઘણી ફિલ્મો બની છે. આ ફિલ્મો OTT પર એકવાર જોવી જ જોઈએ. આ ફિલ્મો તમારા દિલને સ્પર્શી જશે. ઉપરાંત તે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, અમિત સાધ અને રાજકુમાર રાવે આ ફિલ્મથી મુખ્ય કલાકાર તરીકે ડેબ્યુ કર્યું હતું. 2013માં આવેલી ફિલ્મ ‘કાઈ પો ચે’ ચેતન ભગતના પુસ્તક 'થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ' પર આધારિત હતી. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆલિયા ભટ્ટે 2018માં આવેલી ફિલ્મ રાઝીમાં જાસૂસની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ હરિન્દર સિક્કાની નોવેલ 'કોલિંગ' પર આધારિત હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકાય છે.
આમિર ખાન, શરમન જોશી અને આર માધવન સ્ટારર ફિલ્મ થ્રી ઈડિયટ્સ (2009) એક સુપરહિટ ફિલ્મ છે. આ ફિલ્મ ચેતન ભગતની નવલકથા '5 પોઈન્ટ્સ સમવન' પર આધારિત છે. આ ફિલ્મ તમે Amazon Prime Video પર જોઈ શકો છો.
આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ ટુ સ્ટેટ (2014) સુપરહિટ ફિલ્મ છે. આ ફિલ્મ ચેતન ભગતની 'ટુ સ્ટેટ્સ' નામની નવલકથાના આધારે બનાવવામાં આવી છે. આ ફિલ્મ તમે Jio સિનેમા પર જોઈ શકો છો.
શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત સ્ટારર સુપરહિટ ફિલ્મ દેવદાસ સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવી હતી. આ ફિલ્મ 2002માં રીલિઝ થઈ હતી અને આ ફિલ્મ શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા 'દેવદાસ' પર આધારિત હતી. આ ફિલ્મ તમે Jio સિનેમા અને Amazon Prime Video પર જોઈ શકો છો.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સ્ટારર ફિલ્મ ઉમરાવ જાન (2006) એક સફળ ફિલ્મ છે. આ ફિલ્મ મિર્ઝા હાદી રુસવાની નોવેલ 'ઉમરાવ જાન' પર આધારિત છે. આ ફિલ્મ તમે Amazon Prime Video પર જોઈ શકો છો.
શ્રદ્ધા કપૂર અને અર્જુન કપૂર સ્ટારર ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ (2017) સુપરહિટ ફિલ્મ હતી. આ ફિલ્મ ચેતન ભગતની નોવેલ 'હાફ ગર્લફ્રેન્ડ'ના આધારે બનાવવામાં આવી છે. આ ફિલ્મ તમે Jio સિનેમા પર જોઈ શકો છો.
દેવ આનંદ અને વહીદા રહેમાન સ્ટારર ફિલ્મ ‘ગાઈડ’ને આરકે નારાયણની નવલકથા 'ધ ગાઈડ'ના આધારે બનાવવામાં આવી છે. આ ફિલ્મ તમે YouTube પર જોઈ શકો છો.