Holi 2024 Celebration: શિલ્પા શેટ્ટીથી લઇને કંગના રનૌત સુધી, બોલિવૂડ સ્ટાર્સે સેલિબ્રેટ કરી હોળી
દેશભરમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડ સેલેબ્સ પણ હોળી પર રંગોમાં રંગાયા હતા. શિલ્પા શેટ્ટીથી લઈને કંગના રનૌત સુધી બધાએ હોળી રમી છે. કેટલાકે ફૂલોથી તો કેટલાકે રંગોથી હોળીની ઉજવણી કરી છે.
Continues below advertisement

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Continues below advertisement
1/9

Holi 2024 Celebration: દેશભરમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડ સેલેબ્સે પણ હોળી પર રંગોમાં રંગાયા હતા. શિલ્પા શેટ્ટીથી લઈને કંગના રનૌત સુધી બધાએ હોળી રમી છે. કેટલાકે ફૂલોથી તો કેટલાકે રંગોથી હોળીની ઉજવણી કરી છે.
2/9
અમિતાભ બચ્ચને પોતાના આખા પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી. સૌએ રંગો અને ગુલાલ સાથે હોળી સેલિબ્રેટ કરી હતી. તેની તસવીરો બિગ બીની પૌત્રી નવ્યા નવેલીએ શેર કરી છે.
3/9
બીજેપી ઉમેદવાર કંગના રનૌતે પોતાના ગામમાં હોળીનો તહેવાર ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ તસવીર શેર કરી છે, જેમાં તે તેના ગામની મહિલાઓ સાથે હોળીની ઉજવણી કરતી જોવા મળી રહી છે.
4/9
શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ઘરે હોળીની ઉજવણી કરી હતી. અભિનેત્રીએ આ દિવસની ઉજવણી ફૂલો, રંગો સાથે કરી હતી. શિલ્પાએ વીડિયો શેર કરીને તેની ઝલક બતાવી છે.
5/9
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ખૂબ જ સાદી રીતે હોળીની ઉજવણી કરી હતી. બંનેએ પોતાની સુંદર તસવીર ચાહકો સાથે શેર કરી છે.
Continues below advertisement
6/9
રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાનીએ તેમના લગ્ન પછીની પ્રથમ હોળીની ઉજવણી કરી હતી. બંનેએ ખૂબ જ ફની રીતે એકબીજાને ગુલાલ લગાવ્યો હતો, જેની ઝલક વીડિયોમાં જોઈ શકાય છે.
7/9
બોલિવૂડના અન્ય એક નવવિવાહિત કપલ્સ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે લગ્ન પછીની તેમની પ્રથમ હોળી ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ઉજવી હતી.
8/9
સોહા અલી ખાન અને કુણાલ ખેમુ હોળીના રંગોમાં ડૂબેલા જોવા મળ્યા હતા. દંપતીએ તેમની પુત્રી સાથે ખૂબ જ ઉત્સાહથી હોળી રમી હતી.
9/9
જ્યારે અભિનેત્રી રાધિકા મદન પણ હોળી રમી હતી. અભિનેત્રીએ એટલા રંગ લગાવ્યા હતા કે તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ હતી.
Published at : 26 Mar 2024 02:49 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Holi 2024 Celebration