MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં ‘મંજુલિકા’નો દેખાયો ટ્રેડિશનલ અવતાર, બ્લેક સાડીમાં પૉઝ વાયરલ
Vidya Balan Black Saree Look: બૉલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન આ દિવસોમાં 'ભૂલભુલૈયા 3'ને લઈને ચર્ચામાં છે. બૉલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં જ MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી. જ્યાં અભિનેત્રીનો ખૂબ જ સુંદર લૂક જોવા મળ્યો હતો. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર પૈપરાજીને ઘણા પૉઝ પણ આપ્યા હતા. તેની આકર્ષક શૈલી પર એક નજર...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિદ્યા બાલન ટૂંક સમયમાં કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'ભૂલભુલૈયા 3'માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
દરમિયાન, વિદ્યા બાલન MAMI ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. જ્યાં તે પરંપરાગત અવતારમાં આવી હતી. વિદ્યા બાલન આ ફેસ્ટિવલમાં બ્લેક સાડી પહેરીને પહોંચી હતી. જેના પર સફેદ દોરાથી ભરતકામ કરવામાં આવ્યું છે.
વિદ્યાએ સાડી સાથે સ્લીવલેસ સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યું છે. જે તેના લુકને વધુ નિખારે છે. અભિનેત્રીએ સેટલ મેકઅપ, વાળમાં પૉનીટેલ અને મેચિંગ ઝૂમકા સાથે તેનો લૂક પૂર્ણ કર્યો છે.
વિદ્યાનો આ લૂક હવે સોશિયલ મીડિયા પર પૉપ્યૂલર છે. આ જોઈને તેના ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. વિદ્યા બાલન જલ્દી જ ફિલ્મ 'ભૂલભુલૈયા'માં જોવા મળશે. જે 1લી નવેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે.