Hrithik and Saba: 12 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર નીકળ્યો ઋત્વિક રોશન, સાથે દેખાયા બન્ને દીકરા
Hrithik and Saba: બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન હાલમાં પોતાની યંગ ગર્લફ્રેન્ડને લઇને ખુબ જ ચર્ચામાં રહે છે. ઋત્વિક રોશન પોતાનાથી 12 વર્ષ નાની છોકરીના પ્રેમમાં પડ્યો છે, અને તેને લઇને અવારનવાર ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઋત્વિક રોશન પોતાના અંગત જીવનના કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પહેલી પત્ની સૂઝૈન ખાન સાથે જોવા મળે છે, તો ક્યારેક ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે તે હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે.
બૉલીવુડના કૉરિડોરમાં કેટલાય સમયથી સમાચાર આવી રહ્યા છે કે ઋત્વિક રોશન અને સબા એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણી વખત બંને સાથે સમય વિતાવતા જોવા મળ્યા છે.
હાલમાં જ બંનેનો વધુ એક વીડિયો અને સાથે સાથે કેટલીક ખાસ તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં ઋત્વિક રોશન સબા અને તેના બે બાળકો સાથે ડિનર ડેટ એન્જૉય કરતા જોવા મળી રહ્યાં છે.
ગઇરાત્રે બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી રહી હતી. જોકે, આ ડિનર ડેટ પર ઋત્વિક રોશન અને સબા એકલા નહોતા. અભિનેતાના બંને પુત્રો રિદાન અને રેહાન પણ તેમની સાથે જોવા મળ્યા હતા. રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે રિતિક સબાનો હાથ પકડતો જોવા મળ્યો હતો.
સબા આઝાદ ઋત્વિક રોશન અને તેના બાળકો સાથે ડિનર ડેટ પર બહાર નીકળી ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. ડિનર ડેટ પર તેણે બૉડીકોન ડ્રેસ પહેર્યો હતો જેમાં સાઇડમાં સ્લિટ્સ હતી.
આ સાથે સબાએ હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. વળી, અભિનેતા આ સમયગાળા દરમિયાન સફેદ ટી-શર્ટ અને ભૂરા પેન્ટમાં જોવા મળ્યો હતો.
તેની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, જેના પછી હવે યૂઝર્સ તેને ટ્રૉલ કરતા જોવા મળી રહ્યા છે.
કૉમેન્ટ કરતી વખતે એક યૂઝરે લખ્યું કે નાની છોકરી કેવી હોવી જોઈએ, જ્યારે બીજાએ લખ્યું કે ઋત્વિક રોશન તેના પુત્ર અને પુત્રી સાથે.
ઋત્વિક રોશનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. આમાં તેની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ લીડ રૉલમાં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ 'ક્રિશ 4'ને લઈને પણ ચર્ચામાં છે, હાલમાં તેના વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.