IIFA 2023 માં સામેલ થવા અબુ ધાબી પહોંચ્યા બોલિવૂડના જાણીતા સ્ટાર્સ
IIFA 2023: હિન્દી સિનેમાના સૌથી લોકપ્રિય એવોર્ડમાંના એક IIFA આ વર્ષે અબુ ધાબીના યસ આઇલેન્ડ પર યોજાવા જઇ રહ્યો છે. જેના માટે ઘણા બોલિવૂડ સ્ટાર્સ અબુ ધાબી પહોંચી ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈફા એવોર્ડ્સ 2023ની શરૂઆત આજે એટલે કે 23 મેના રોજ એક પ્રેસ કોન્ફરન્સથી થઈ છે. જેમાં અભિષેક બચ્ચન, રકુલ પ્રીત સિંહ, વિકી કૌશલ, રાજ કુમાર રાવ જેવા સ્ટાર્સે ભાગ લીધો હતો.
અભિષેક બચ્ચન અને વિકી કૌશલ આ વર્ષે આ એવોર્ડ શોને હોસ્ટ કરવા જઈ રહ્યા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. વિકી ગ્રીન સૂટમાં જોવા મળ્યો હતો, જ્યારે અભિષેક લાઇટ બ્લૂ બ્લેઝર સાથે વ્હાઇટ પેન્ટમાં રંગમાં જોવા મળ્યો હતો.
આ સિવાય બોલિવૂડના દબંગ સલમાન ખાન પણ આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જે મરૂન શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
અભિનેતા રાજકુમાર રાવ ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો.
આ ઈવેન્ટમાં ફેમસ સિંગર સુનિધિ ચૌહાણે પણ ભાગ લીધો હતો.
આ સિવાય સુંદર અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી પણ આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે અબુ ધાબી પહોંચી ગઈ છે. આ વ્હાઇટ ડ્રેસમાં નોરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ સિવાય સુંદર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ ડીપ નેક શોર્ટ ડ્રેસમાં આ ઈવેન્ટમાં પહોંચી હતી
આ પ્રેસ કોન્ફરન્સમાં ફેમસ ફિલ્મમેકર ફરાહ ખાન પણ જોવા મળી હતી. જે પર્પલ કલરના સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.