In Pics: બિમાર હોવા છતાં રવિના ટંડને અક્ષય કુમાર સાથે શૂટ કર્યુ હતુ આ રૉમાન્ટિક ગીત, શૂટિંગ બાદ થઇ ગઇ હતી એક્ટ્રેસની હાલત ખરાબ
In Pics: બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડને પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેનું ફેમસ સૉન્ગ 'ટિપ ટીપ બરસા પાની' આજે પણ ફેન્સ માટે ખાસમખાસ છે, પરંતુ શું તમે જાણો છો કે આ ગીતને અભિનેત્રીએ ખુબ જ મુશ્કેલીઓ સાથે શૂટ કર્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી કરિયરની શરૂઆત કરનાર રવિના ટંડને વધુ લોકપ્રિયતા ‘દિલવાલે’થી જ મળી હતી. આ ફિલ્મ પછી રવિનાએ ઘણીબધી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
જોકે, ફેન્સને રવિના ટંડનની અક્ષય કુમાર સાથેની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. આ જ કારણ છે કે આ બંનેની ફિલ્મ 'મોહરા'નું ગીત ટિપ ટીપ બરસા પાની આજે પણ લોકોના હોઠ પર છે.
આ ગીતમાં રવિના ટંડન યલો કલરની સાડી પહેરીને જોવા મળી હતી, આ ગીતમાં રવિના ટંડનની હૉટનેસ પણ ઝલકી રહી હતી, પરંતુ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીત શૂટ કરવા માટે એક્ટ્રેસને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, આ ગીતના શૂટિંગ દરમિયાન રવિનાને 100 ડિગ્રી તાવ આવેલો હતો. હકીકતમાં આ ગીતમાં વરસાદ બતાવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વારંવાર પાણીમાં પલાળવાને કારણે રવિના ટંડનને ખુબ તાવ આવી ગયો હતો, પરંતુ અભિનેત્રીએ પીછેહઠ ન કરી અને શૂટિંગ ચાલુ રાખ્યું હતુ.
આ સિવાય એવા પણ રિપોર્ટ્સ છે કે,આ ગીતનું શૂટિંગ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર થયું હતું. જ્યાં જમીન પર અનેક પથ્થરો અને ખીલ્લાઓ પડેલા હતા, આ કારણે રવિનાને શૂટિંગ દરમિયાન પગમાં પણ ઘણીવાર ઈજા પહોંચી હતી. રવિનાએ પોતે કેટલાય ઈન્ટરવ્યુમાં અને કપિલ શર્મા જેવા કેટલાય ટીવી શૉમાં આ વાતોનો ઉલ્લેખ કરેલો છે.
ખાસ વાત છે કે એક્ટ્રેસ રવિના ટંડનની આવી સખત મહેનત જરાય વ્યર્થ નથી ગયુ, દર્શકો આજે પણ આ ગીતને મન ભરીને યાદ કરી રહ્યાં છે, વર્ષો પછી પણ ફેન્સના મનપસંદ ગીતોની યાદીમાં આ સામેલ છે.