Bipasha Basu: સ્ટાઇલિશ લુકમાં બિપાશાએ ફ્લોંટ કર્યો બેબી બંપ, જુઓ તસવીરો
બિપાશા ટૂંક સમયમાં તેના પહેલા બાળકને જન્મ આપશે. દરમિયાન, તાજેતરમાં તે મુંબઈમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન બિપાશાનો મેટરનિટી લુક અને નવી હેરસ્ટાઈલ જોવા મળી હતી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
જેમાં તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘણા યુઝર્સે તેના લુક અને હેરસ્ટાઈલના જોરદાર વખાણ કર્યા છે.
બિપાશાએ ડેનિમ શોર્ટ ડ્રેસ અને વ્હાઇટ શ્રગ પહેર્યો હતો. બિપાશાનો આ સ્ટાઇલિશ અને સિંપલ લુક ફેંસને ખૂબ પસંદ પડી રહ્યો છે
અનેક યુઝર્સે તેના લુકની પ્રશંસા કરી છે અને પ્રેગ્નેંસી પર અભિનંદન આપ્યા છે. બિપાશા બાસુએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેને પ્રેગ્નન્સીની ખબર પડી તો તે સૌથી પહેલા તેની માતાને આ સમાચાર આપવા દોડી આવી અને તેને આ ખુશખબર આપી
કરણ અને બિપાશા પહેલીવાર ફિલ્મ 'અલોન' (2015)ના સેટ પર મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે નિકટતા વધી અને પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા.
બંને ડેટિંગ કર્યા પછી એપ્રિલ 2016 માં લગ્ન કર્યા હતા અને હવે પ્રથમ બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)