Rashmika Mandanna થી લઇને Karisma Kapoor સુધી, આ એક્ટ્રેસે લગ્ન અગાઉ તોડી દીધી સગાઇ

બોલિવૂડમાં એવી અનેક જોડીઓ રહી છે જેમની વચ્ચેની કેમેસ્ટ્રી જોતા લાગે છે કે આ બેસ્ટ કપલ સાબિત થશે પરંતુ વાસ્તવમાં આવું થઇ શકતું નથી. અનેક વાર સગાઇ કરી હોવા છતાં તેમના સંબંધો લગ્ન સુધી પહોંચી શકતા નથી. અહી એવી કેટલીક એક્ટ્રેસ અંગે જાણકારી આપવામાં આવી છે જેમણે સગાઇ તો કરી પણ લગ્ન પહેલા સગાઇ તોડી નાખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બિગ બોસ સાતની વિનર એક્ટ્રેસ ગૌહર ખાન ડિરેક્ટર સાજિદ ખાનને ડેટ કરી ચૂકી છે. ગૌહરે ડિરેક્ટર સાજિદ ખાન સાથે વર્ષ 2003માં ચૂપચાપ સગાઇ કરી લીધી હતી. પરંતુ બાદમાં તેઓ અલગ થઇ ગયા હતા.

એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને અભિનેતા અભિષેક બચ્ચનની સગાઇ પણ ધૂમધામથી થઇ હતી.પરંતુ બાદમાં સગાઇ તૂટી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે કરિશ્મા અને અભિષેકની સગાઇ તૂટવા પાછળનું કારણ તેની માતા બબિતા કપૂર હતી.
એક્ટ્રેસ સંગીતા બિજલાની અને સલમાન ખાનના લગ્નના કાર્ડ પણ છપાઇ ગયા હતા પરંતુ બાદમાં સંગીતાએ સગાઇ તોડી નાખી હતી. કારણ કે સંગીતાને જાણ થઇ ગઇ હતી કે સલમાન ખાન તેને દગો આપી રહ્યો છે. લગ્ન અગાઉથી જ તેનું સોમી અલી સાથે અફેર શરૂ થઇ ગયું હતું.
ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના હાલમાં બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્નના અહેવાલને લઇને ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર જલદી બંન્ને લગ્ન કરી લેશે. પરંતુ કરિશ્માએ અગાઉ ઉપેન પટેલ સાથે સગાઇ તોડી નાખી હતી. બિગ બોસ 8માં ઉપેન સાથે સગાઇ કરી હતી.
સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ એક્ટર રક્ષિત શેટ્ટી સાથે સગાઇ કરી હતી પરંતુ તેમના લગ્ન થઇ શક્યા નહીં. આ સગાઇ ખૂબ ધૂમધામથી થઇ હતી પરંતુ બાદમાં બંન્ને અલગ થઇ ગયા હતા.