Gadar 2 Party Inside Photos: ધર્મેન્દ્ર સાથે સલમાન ખાને ક્લિક કરાવી તસવીર, તો સનીએ તબ્બૂને લગાવી ગળે, જુઓ પાર્ટીની તસવીરો

Gadar 2: સની દેઓલની ફિલ્મ ગદર 2 મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. ગઈ કાલે અભિનેતા દ્ધારા આયોજિત ફિલ્મની સફળતા માટેની પાર્ટી પણ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/11
Gadar 2: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' મોટા પડદા પર ધૂમ મચાવી રહી છે. ગઈ કાલે અભિનેતા દ્ધારા આયોજિત ફિલ્મની સફળતાથી ઉજવણી માટે પાર્ટીનું આયોજન કર્યું હતું
2/11
ગઈકાલે એટલે કે 2જી સપ્ટેમ્બરે સની દેઓલે 'ગદર 2'ની ભવ્ય સફળતાની ઉજવણી કરવા માટે તેના ઘરે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં કિયારા તેના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પહોંચી હતી.
3/11
આ સિવાય સની દેઓલની પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરેક મોટા સ્ટાર હાજર રહ્યા હતા. આ ફોટામાં અભિનેત્રી સારા અલી ખાન તેના ભાઈ સાથે પોઝ આપી રહી છે.
4/11
આ પાર્ટીમાં બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન પણ પહોંચ્યો હતો. જે ધર્મેન્દ્ર સાથે ફોટો ક્લિક કરાવતો જોવા મળ્યો હતો.
5/11
બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા અને સની દેઓલના ખાસ મિત્ર અનુપમ ખેર પણ અભિનેતાની ખુશીમાં જોડાયા હતા.
6/11
આ સિવાય એક ફોટોમાં સની દેઓલ પણ સંજય દત્ત સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
7/11
'ગદર 2'ની પાર્ટીમાં એક્ટર શાહિદ કપૂરે પણ હાજરી આપી હતી. જેઓ એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો છે.
8/11
બોલિવૂડ એક્ટર અજય દેવગણ પત્ની કાજોલ સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો. જેણે સની દેઓલ સાથે પોઝ પણ આપ્યા હતા.
9/11
સની દેઓલની ગ્રાન્ડ પાર્ટીમાં અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ હાજરી આપી હતી.
10/11
આ પાર્ટીમાં બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પહોંચ્યો હતો. તેણે સની દેઓલ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો
11/11
આ સિવાય ઘણી ફિલ્મોમાં સની દેઓલની કો-સ્ટાર રહી ચુકેલી શાનદાર અભિનેત્રી તબ્બુ પણ આ પાર્ટીમાં પહોંચી હતી. જે સની દેઓલને ગળે લગાવતી જોવા મળી હતી
Sponsored Links by Taboola