Kanika Kapoor Mehndi Pics: કનિકા કપૂર ગૌતમ સાથે આજે કરશે લગ્ન, જુઓ મહેંદી સેરેમનીની તસવીરો

બોલિવૂડ સિંગર કનિકા કપૂર 20 મેના રોજ મંગેતર ગૌતમ સાથે લગ્ન કરશે, તેની મહેંદી સેરેમનીની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઈન્સ્ટાગ્રામ પર મહેંદી સેરેમનીની તમામ તસવીરો શેર કરતી વખતે કનિકાએ લખ્યું, 'હું તને ખૂબ પ્રેમ કરું છું.'

કનિકાના પ્રી-વેડિંગ ફંક્શનના ઘણા ફોટો અને વીડિયો શેર કર્યા છે. કનિકા ખૂબ સુંદર લાગી રહી છે. મહેંદી ફંક્શનના ફોટો જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કનિકા કપૂર બોલિવૂડની ફેમસ સિંગર છે. તેનું 'બેબી ડોલ' ગીત ખૂબ હિટ રહ્યું હતું. કનિકાએ પણ તેના મહેંદી ફંક્શનમાં મંગેતર ગૌતમ સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.
કનિકા કપૂરે મહેંદી ફંક્શન માટે લીલા રંગનો લહેંગા પહેર્યો હતો, જ્યારે ગૌતમ ક્રીમ રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો.
આ ખાસ અવસર પર કનિકા અને ગૌતમે એકબીજાને ફૂલ આપીને પ્રપોઝ કર્યું. બંનેની ખુશીનો કોઈ પાર ન હતો. કનિકા કપૂરનો ભાવિ પતિ એનઆરઆઈ બિઝનેસમેન છે.
નોંધનીય છે કે કનિકાના આ બીજા લગ્ન છે. અગાઉ તેણે NRI રાજ સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે કનિકાને ત્રણ બાળકો છે.
તમામ તસવીરો કનિકાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.