Photos: ઈશા અંબાણીથી લઈને આ સેલેબ્સ પણ જોડિયા બાળકોના માતા-પિતા, સંજય દત્ત પણ સામેલ
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ એક દિવસ પહેલા જ જોડિયા બાળકોના માતા-પિતા બન્યા છે. તેમના ઘરે એક છોકરી અને એક છોકરાનો જન્મ થયો છે. તેઓએ પોતાના બાળકોના નામ આધ્યા અને ક્રિષ્ના રાખ્યું છે. ઈશા અને આનંદે 2018માં લગ્ન કર્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા અને તેના પતિ જીન ગુડનફ સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેઓએ તેમના બાળકોના નામ જય ઝિંટા ગુડનફ અને જિયા ઝિન્ટા ગુડનફ રાખ્યા છે. પ્રીતિએ તેના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
લિસા રે અને જેસન દેહનીએ 2018માં જાહેરાત કરી હતી કે તેઓ જોડિયા દીકરીઓ સૂફી અને સોલીલના માતાપિતા બન્યા છે. બંને સરોગસી દ્વારા માતા પિતા બન્યા હતા. બંને અવારનવાર પોતાના બાળકોના ફોટા શેર કરતા રહે છે.
આ પહેલા સેલિના જેટલીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. બંને બાળકોના નામ વિન્સ્ટન અને વિરાજ રાખવામાં આવ્યા છે. આ પછી તેણે ફરીથી જોડિયા બાળકો આર્થર જેટલી હાગ અને શમશેર જેટલી હાગને જન્મ આપ્યો. દુઃખની વાત એ છે કે તેમના પુત્ર શમશેરનું હૃદયની બિમારીને કારણે અવસાન થયું હતું.
સંજય દત્ત અને માન્યતા દત્ત ટ્વિન્સ શાહરાન અને ઇકરાના માતા-પિતા છે. 2010માં માન્યતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. સંજય અને માન્યતા ઘણીવાર તેમના બાળકો સાથે સુંદર તસવીરો પોસ્ટ કરે છે.
બોલિવૂડ અભિનેત્રી સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબર સરોગસી દ્વારા જોડિયા બાળકોના માતાપિતા બન્યા છે. તેઓએ તેમના બે પુત્રોના નામ આશર અને નોહ રાખ્યા છે. સનીએ નિશા નામની પુત્રીને દત્તક લીધી છે. સની ઘણીવાર તેના પરિવાર સાથે ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે.
જાણીતા ફિલ્મ સર્જક કરણ જોહર સિંગલ પેરેન્ટ છે. તેમ ણે લગ્ન કર્યા નથી. સરોગસી દ્વારા તે જોડિયા બાળકો યશ અને રૂહી જોહરના પિતા બન્યા છે. તેઓએ 2017માં સરોગસી દ્વારા તેમના બાળકોનું સ્વાગત કર્યું હતું. કરણ જોહર અવારનવાર પોતાના બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.