ishita dutta: ઓફશોલ્ડ ડ્રેસમાં ઈશિતા દત્તાનું મેટરનિટી ફોટોશૂટ, બેબી બંપ ફ્લોન્ટ કર્યો
અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી ઈશિતા દત્તા આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ તેના બેબી શાવરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જ્યાં ટીવીથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સેલેબ્સે તેને આવનારા બાળક માટે શુભકામનાઓ પાઠવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ અભિનેત્રી ઈશિતા દત્તાએ તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
ઈશિતા દત્તા અને વત્સલ સેઠ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને અને તેના ચહેરા પર સુંદર સ્માઈલ આપીને લોકોને દિવાના બનાવી રહી છે.
લગ્નના 6 વર્ષ બાદ ઈશિતા દત્તા અને વત્સલ સેઠ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
અભિનેત્રી ઈશિતા દત્તાએ તેના મેટરનિટી ફોટોશૂટ દરમિયાન પર્પલ ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
ઈશિતા દત્તાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો ઈશિતા દત્તા ઈન્સ્ટાગ્રામ )