Sameera Reddy Birthday: સલમાન ખાનના ભાઇની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ, એક પણ નથી આપી હિટ ફિલ્મ

Sameera Reddy Birthday: અભિનેત્રી સમીરા રેડ્ડી છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ હવે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
Sameera Reddy Birthday: અભિનેત્રી સમીરા રેડ્ડી છેલ્લા ઘણા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ હવે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.
2/7
સમીરા રેડ્ડી દર વર્ષે 14 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ ખાસ અવસર પર ચાલો તેની કારકિર્દી પર એક નજર કરીએ. સમીરા રેડ્ડીએ વર્ષ 2002માં ફિલ્મ 'મૈને દિલ તુઝકો દિયા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
3/7
સમીરા રેડ્ડી 'ડરના મના હૈ', 'પ્લાન', 'મુસાફિર', 'ફૂલ એન્ડ ફાઈનલ', 'નક્સા' અને 'વન ટુ થ્રી'માં જોવા મળી હતી. પરંતુ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
4/7
બોલિવૂડમાં સમીરા રેડ્ડીની કરિયર કંઈ ખાસ રહી નથી. તેની ડેબ્યુ ફિલ્મ 'મૈંને દિલ તુઝકો દિયા' પછી તેણે લગભગ એક દાયકા સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ નસીબે તેને જરાય સાથ આપ્યો નથી
5/7
દરમિયાન, સમીરા રેડ્ડીની 'નો એન્ટ્રી' અને 'રેસ' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી, પરંતુ તેમાં તેનો કોઈ ખાસ રોલ નહોતો . સમીરાએ પોતાના કરિયરમાં સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
6/7
વર્ષ 2014માં સમીરા રેડ્ડીએ બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા પણ બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ કર્યા હતા. લગ્ન બાદ સમીરા ફિલ્મી દુનિયાથી સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે.
7/7
સમીરા રેડ્ડીને બે બાળકો છે, જેમના નામ હંસ અને નાયરા છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પતિ અને બાળકો સાથેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે.
Sponsored Links by Taboola