Jane Jaan: ફક્ત બે ભૂમિકાના કારણે યાદ રાખવામાં આવતા કરીના કપૂરને આવે છે ગુસ્સો, કહ્યુ- 'બીજું પણ કર્યું છે કામ...'
કરીના કપૂર હવે મોટા પડદા બાદ ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીની ફિલ્મ 'જાને જાન'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'જાને જાન'ના ટ્રેલરને લૉન્ચ કરવા માટે મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના કલાકારો કરીના કપૂર, જયદીપ અહલાવત, વિજય વર્મા, નિર્દેશક સુજોય ઘોષ પણ પહોંચ્યા હતા.
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કરીના કપૂરે તેના જીવનના ઘણા રહસ્યો જાહેર કર્યા. એ પણ જણાવ્યું કે આ ફિલ્મ સાઈન કરતા પહેલા સૈફ અલી ખાને તેને શું સલાહ આપી હતી.
વાસ્તવમાં જ્યારે કરીના કપૂરને ઇવેન્ટમાં આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું કે શું પોતાનો સમયની સાથે રેલવેન્ટ રાખવાનો પ્રયાસ છે જેના પર કરીના કપૂરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે 'આ ફિલ્મ પહેલા પણ મેં ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે. જેમાં ઓમકારા જેવી ફિલ્મ પણ સામેલ છે. પણ તમે લોકો મારા 'પૂ' અને 'ગીત'ના પાત્રો જ યાદ રાખો છો અને આનાથી મને ખૂબ ગુસ્સો આવે છે...'
કરીનાએ વધુમાં કહ્યું કે, 'પૂ' અને 'ગીત'નો મારો રોલ લોકોના મગજમાં ચોંટી ગયો છે, તેથી મેં વિચાર્યું કે હવે મારે કંઈક અલગ કરવું છે....'
આ સિવાય કરીનાએ એમ પણ કહ્યું કે, 'જ્યારે હું આ ફિલ્મ સાઈન કરી રહી હતી ત્યારે સૈફે મને કહ્યું હતું કે સાંભળ, આ વખતે એવું ન કર કે તું વાનમાંથી મેક-અપ કરીને સેટ પર જઈશ અને ડાયલોગ બોલીશ. તારે આ એટીટ્યૂડ છોડવો પડશે. કારણ કે તું જયદીપ અહલાવત અને વિજય વર્મા સાથે કામ કરી રહ્યા છે. તે લોકો સેટ પર ઇમ્પ્રોવાઇઝ કરે છે, તો આ કોઇ પિકનીક નથી.
જયદીપ અહલાવત, કરીના કપૂર અને વિજય વર્માની ફિલ્મ 'જાને જાન' 21 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.